કોરોના અપડેટ:સાવધાન, કચ્છમાંથી કોરોના ગયો નથી, નવા 11ને સંક્રમણ, અંજારમાં એક, રાપરમાં 6 અને ભુજ તા.માં 4ને ચેપ

ભુજ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કચ્છમાં ગત ગુરૂવારે કોવિડના કોઇ કેસ ન નોંધાયાના બીજા દિવસે સામટા 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ કેસ એક આંકમાં થયા હતા પણ મંગળવારે એકજ દિવસમાં વધુ 11 નવા કેસ નોંધાયા હતા. આમ હજે પણ લોકો ચેપી વાયરસ સામે સચેત રહે તે આવશ્યક છે. શિવરાત્રિએ અંજારમાં એક, રાપરમાં 6 અને ભુજ તાલુકામાં 4 મળી 11 લોકોને ચેપી વાયરસે ઝપેટમાં આવ્યા હતા. અગાઉ 17 ફેબ્રુઆરીએ કોવિડના 10 કેસ નોંધાયા બાદ સપ્તાહમાં આંકડો શૂન્ય પર આવી ગયો હતો પણ વાયરસની છૂટી છવાઇ હાજરી વચ્ચે તા. 25/2ના 10 કેસ સાથે ફરી બે આંકમાં દર્દી નોંધાયા હતા.

તેના ત્રણ દિવસ બાદ ફરી 11 લોકો સંક્રમિત થયા છે.મંગળવારે 4 વ્યક્તિ સ્વસ્થ થતાં સક્રિય દર્દી 26 થયા છે. શિવરાત્રિની રજા હોતાં રસીકરણની કામગીરી બંધ રહી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અત્યાર સુધી 17,03,728 લોકોએ પ્રથમ અને 15,75,601 લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે જ્યારે 54,328 વ્યક્તિએ સાવચેતીના ભાગ રૂપે ત્રીજીવાર વેક્સિન મુકાવી છે. એકાએક ઉંચકાયેલા પોઝિટિવ દર્દીનો આંક લોકો હજુ પણ ચેપી વાયરસ સામે સતર્ક રહે તેમ સૂચવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...