મુંદરામાં જુન માસમાં શક્તિનગરમાં રહેતા મનપ્રસાદ મંગમુને જીજે 12 ઝેડ 3603 વાળા વાહને હડફેટે લઇ લેતા મોત નિપજયું હતું. વાહન ડમ્પર નંબરની યાંત્રીક તપાસણી રિપોર્ટ કરવામાં આવી હતી, જેમાં આરટીઓમાં નોંધાયેલા ચેસીસ નંબર અને એન્જિન નંબર મેચ થયા ન હતા. ડમ્પરના રજીસ્ટ્રેશન નંબર જીજે 12 એટી 8813 વાળાના જણાઇ આવ્યા હતા જે ડમ્પર પણ વાહન માલિક ઇરફાન જુસબ તુર્ક (રહે. ધ્રબ)વાળાની માલિકીનું હોઇ જાણી જોઇ પોતાના બીજા વાહનના નંબર લગાવી વાહન ડ્રાઇવરને ફેરવવા માટે આપેલ હોવાનું ધ્યાને આવ્યું હતું. મુંદરા પોલીસ મથકે તેની સામે ખોટી નંબર પ્લેટ લગાવી ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે ખરા તરીકે ઉપયોગ કરવા સબબ ગુનો નોંધાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.