તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાહન ચોરીમાં છેલ્લા ત્રણ માસમાં ત્રીજી વખત પકડાયો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગીરીશ ગોસ્વામી - Divya Bhaskar
ગીરીશ ગોસ્વામી
  • અગાઉ બે વખત બી ડિવિઝન પોલીસે ચોરીના વાહન સાથે પકડી પાડ્યો હતો

શહેરમાં બાઇક ચોરીના ગુનામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે જેની સામે પોલીસ પણ કામગીરી વધારી છે. છેલ્લા ત્રણ માસમાં ત્રીજી વખત ચોરીના વાહન સાથે ભુજના એક યુવાનને ચોરીની અેકટીવા સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, અગાઉ બે વખત ચોરીમાં પકડાયેલો ગીરીશ ગોસ્વામી ભુજના હોસ્પિટલ રોડ પર ચોરીની એકટીવા ફેરવી રહ્યો છે તેવી બાતમી પંકજ કુશ્વાહને મળતા તુરંત વર્કઆઉટ કરી હોસ્પિટલ રોડ પર વાયબલ હોસ્પિટલ પાસે આવી ગીરીશ હરીગીરી ગોસ્વામી (રહે. કેમ્પ એરીયા,ભુજ)વાળાને દબોચી લીધો હતો.તેની પાસે જીજે 12 સીઆર 5885 નંબરની એકટીવા કિંમત 15 હજાર વાળી કબજે કરી પુછપરછ કરતા ચોરી હોવાની કબુલાત આપી હતી. નોંધનીય છે કે, ભુજ બી ડિવિઝન પોલીસે છેલ્લા ત્રણ માસમાં તેને ત્રીજી વખત ચોરીના વાહન સાથે પકડી પાડયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો