તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પાલિકાની ટિકિટ માટે ભાજપમાં જ્ઞાતિઓનું લોબિંગ

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વોર્ડ મુજબ સાૈથી વધુ મતદારોના આંકડા રજુ કરી દાવાઓ કરાયા
 • દરેક પક્ષ ઉમેદવારો નક્કી કરવા માનસિક દબાણમાં

ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનારાની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ સ્થાનિકે ત્રિસ્તરીય વિશેષણ કામગીરી ચાલી રહી છે, જેમાં વોર્ડ મુજબ અાખરી પેનલ તૈયારી કરી પ્રદેશ કક્ષાઅે મોકલવામાં અાવશે. જે પહેલા દરેક જ્ઞાતિઅોઅે પોતપોતાની જ્ઞાતિના દાવેદારોને ટિકિટ ફાળવવા લોબિંગ શરૂ કરી દીધું છે, જેથી ક્યાંક અેમની જ્ઞાતિના દાવેદારની ઉપેક્ષા ન થઈ જાય અે માટે જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર માનસિક દબાણ અાવી ગયાના હેવાલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હજુ સુધી લોહાણા, સોની, રજપુત ઉપરાંત મુસ્લિમ જ્ઞાતિઅે લેટર પેડ ઉપર ક્યા વોર્ડમાં અેમની જ્ઞાતિના કેટલા મતદારો છે અેના અાંકડા દર્શાવીને તેમની જ્ઞાતિના ઉમેદવારની ટિકિટ અાપવા અનુરોધ કર્યો છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, હજુ પણ વધુ જ્ઞાતિ તરફથી પોતપોતાની જ્ઞાતિના ઉમેદવાર માટે લોબિંગ શરૂ થાય અેવી શક્યતા છે. લોહાણા જ્ઞાતિઅે લેટર પેડમાં જણાવ્યું છે કે, અામ તો શહેરના દરેક વોર્ડમાં લોહાણાની વસતી છે. પરંતુ, વોર્ડ નંબર 5, 6, 7, 8, 9, 10 અને 11માં લોહાણાની નોંધનીય વસતી છે.

જેની સંખ્યા સહિતનો અાંકડો બતાવાયો છે. અામ, લોહાણા જ્ઞાતિ દરેક વોર્ડમાં અસરકર્તા મતદારો ધરાવે છે, જેથી લોહાણા જ્ઞાતિને યોગ્ય પ્રતિનિધિત્વ અાપવા અનુરોધ છે. અેવી જ રીતે મુસ્લિમોઅે પણ વોર્ડ નંબર 1થી 3 ઉપરાંત 5, 6 અને 10માં અસરકર્તા જ્ઞાતિનો દાવો કર્યો છે. સોની જ્ઞાતિઅે 1થી 11 વોર્ડમાં નોંધનીય સંખ્યામાં જ્ઞાતિજનો વસે છે અેનો ઉલ્લેખ કર્યો છે. અેવી જ રીતે રજપુત જ્ઞાતિઅે પણ દાવો કર્યો છે.

વોર્ડ નં. 3માં ઠક્કર અટકધારી મતદારો ત્રણ અાંકડે દેખાયા
વોર્ડ નંબર 1થી 3 મુસ્લિમ મતદારોનો વર્ચસ્વ ધરાવે છે. વોર્ડ નંબર 3માં 25 અેટલી અટકો ત્રણ અાંકડે છે, જેમાં સાૈથી મોટો અાંકડો કુંભારનો 808 છે. જોકે, અાશ્ચર્યજનક રીતે ઠક્કર અટકધારી 105 મતદારો પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો