કોરોના:અંજારમાં 1 અને નખત્રાણામાં 2 દર્દી સાથે નવા 3 કોરોના કેસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસામેડીની મહિલા મુંબઈથી પરત અાવતા સંક્રમિત

કચ્છમાં શનિવારે અંજાર તાલુકાના વરસામેડીની અેક સોસાયટીના 38 વર્ષી મહિલા મુંબઈથી પરત અાવ્યા બાદ કોરોના પોઝિટિવ અાવ્યા છે. બીજી બાજુ નખત્રાણા તાલુકાના ગામડામાંથી નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી બાજુ વધુ અેકેય દર્દી સાજો થયો નથી, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળ વધીને 8 દર્દી થઈ ગયા છે.

જિલ્લામાં અત્યાર સુધી કુલ 12625 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી 12505 દર્દી સાજા થઈ ગયા છે. જોકે, જિલ્લા વહીવટી તંત્રઅે 282 દર્દીના કોરોનાથી મોતનું જુઠ્ઠાણું યથાવત રાખ્યું છે, જેથી બાકીના અાંકડાની વિશ્વસનીયતા ઉપર પણ પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયો છે. બીજી તરફ શનિવારે વધુ 17148 ડોઝ અપાયા છે, જેથી હજુ સુધી પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 11 લાખ 99 હજાર 40 થઈ ગઈ છે. જોકે, ખાનગી અને સરકારી અારોગ્ય વિભાગના અાંકડા અપાતા નથી, જેથી રાજ્ય અને જિલ્લા સ્તરે વિસંગતતા જોવા મળે છે. બીજું રાજ્ય સ્તરે પ્રથમ, બીજા અને કુલ ડોઝના અાંકડા અપાય છે. પરંતુ, જિલ્લા સ્તરે અેની તસદી લેવાતી નથી.

અન્ય સમાચારો પણ છે...