ભાસ્કર ઓરીજીનલ:કંડલા બંદર પર કાર્ગો હેન્ડલિંગ પ્રિકોવિડ સમય કરતા પણ વધ્યું !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં કંડલામાં અધધ 62.99 મિલિયન મેટ્રિક ટન માલની આયાત-નિકાસ થઇ
  • કાર્ગોના હેન્ડલિંગમાં ગત વર્ષે કરતા 18 ટકા અને 2019 કરતા 3 ટકાનો વધારો
  • દેશના બીજા ક્રમના પારાદીપ પોર્ટ પર કંડલાથી માત્ર 6.8 એમએમટી ઓછું હેન્ડલિંગ

કોવિડ-19ની અસર આંતરરાષ્ટ્રીય સ્તર પર થઇ છે. દુનિયાભરના દેશોમાં લોકડાઉન અને આકરા નિયંત્રણોની સીધી અસર આયાત અને નિકાસ પર થતી હોય છે. જેના પગલે દુનિયાભરના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં ઘટાડો નોંધાયો હતો. જોકે ભારતમાં અર્થતંત્રની હાલત સુધરતી હોય તેમ દેશના પ્રથમ ક્રમાંકિત મહાબંદર દીનદયાળ પોર્ટ (કંડલા) પર કાર્ગોના હેન્ડલિંગમાં વધારો નોંધાયો છે. ચોંકાવનારી વાત એ છે કે કંડલા પોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ પ્રિકોવિડ સમય કરતા વધી થયું છે !

કોરોના મહામારીના લીધે દેશના તમામ 12 મહાબંદરગાહો પર માલની આયાત-નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં કંડલા પોર્ટનો પણ સમાવેશ થાય છે. જોકે ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાની અસરમાંથી બહાર આવી રહી છે. દુનિયાભરની એજન્સીઓ પણ તેને સમર્થન આપી રહી છે. જેના પુરાવો હવે દેશના બંદરો પરથી મળે છે. ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર 2021 સુધી કંડલા પોર્ટ પર 62.99 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ થયું છે. ગત વર્ષે 2020માં આ જ છ મહિનામાં કંડલા પોર્ટ પર માત્ર 53.37 મિલિયન મેટ્રિક ટન માલની આયાત-નિકાસ થઇ હતી.

પરંતુ વર્ષ 2019ની વાત કરવામાં આવે તો આ જ છ મહિનાનામાં કંડલા પોર્ટ પર 61.04 મિલિયન મેટ્રિન ટન કાર્ગોનું હેન્ડલિંગ કરાયું હતું. આમ કંડલામાં ગત વર્ષની સરખામણીએ 18 ટકાનો વધારો અને 2019ની સરખામણીએ અંદાજે 3 ટકાનો વધારો આયાત-નિકાસમાં નોંધાયો છે ! દેશના 12 મહાબંદરગાહોમાં કંડલાએ પોતાનું પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યું છે.

કાર્ગો હેન્ડલિંગમાં કંડલા બાદ બીજા ક્રમે પારાદીપ પોર્ટ છે. જ્યાં છ મહિનામાં 56.16 એમએમટી માલની આયાત-નિકાસ થઇ છે. આમ કંકલા હાલ પારાદીપથી 6.8 એમએમટી કાર્ગો આગળ છે ! દેશના તમામ મહાબંદરગાહો મળીને ચાલુ વર્ષે 347 એમએમટી કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે. જે ગત વર્ષ 298 એમએમટીની સરખામણીએ 16 ટકા વધારે છે. જ્યારે 2019ની સરખામણીએ પણ થોડો વધારો જોવા મળ્યો છે.

મહાબંદરો પર કાર્ગોનું હેન્ડલિંગ
​​​​​​​

પોર્ટ202120202019
કોલકત્તા27.2425.8431.47
પારાદીપ56.1652.0855.55
વિશાખાપટ્ટનમ33.432.7634.75
કામરાજર18.9810.7715.76
ચેન્નઇ23.0918.3824.74
OV ચિદમ્બરનર17.5516.5418.26
કોચીન16.0412.5816.64
ન્યૂ મેંગલોર17.8616.5317.86
માર્મુગાઉ9.388.567.62
મુંબઇ27.9424.4530.09
જેઅેનપીટી36.3526.9334.41
કંડલા (ડીપીટી)62.9953.3761.04

​​​​​​​ ​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...