કામગીરીમાં ઓટ:ભુજની ટીબી હોસ્પિટલમાં સીબીનેટ ટેસ્ટિંગ મશીનની કાર્ટેજ 10 મહિનાથી ખલાસ !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારના ટીબી નાબૂદીના અભિયાન વચ્ચે કામગીરીમાં આવી ઓટ
  • હાલમાં ટુનેટ મશીનથી ટીબીના ટેસ્ટીગ થાય છે પણ ઝડપ ધીમી હોવાથી સમયનો થઇ રહ્યો છે વ્યય

કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા એકતરફ ટીબી નાબુદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે બીજી તરફ ટીબીના ટેસ્ટીગ માટે સરકારી હોસ્પિટલોમા જે મશીનો ફાળવવામાં આવ્યા છે.તેમાં ટેસ્ટિંગની કાર્ટેજ છેલ્લા 10 મહિનાથી ખાલી થઈ ગઈ છે.જેથી ટેસ્ટીગની કામગીરીમાં ઓટ આવી ગઈ છે.ન માત્ર ભુજ પણ સમગ્ર રાજયની ટીબી હોસ્પિટલોમા આ સમસ્યા ઉભી થઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના ટેસ્ટિંગ માટે રાજ્યના જિલ્લા ક્ષય કેન્દ્રોને કુલ-165 સીબીનેટ મશીન ગત વર્ષ-2016-17માં અપાયા છે. કચ્છમાં પણ ભુજ અને ગાંધીધામ ખાતે આ મશીનની ફાળવણી કરવામાં આવી છે.

પરંતુ ટીબીના ટેસ્ટિંગ માટેની કાર્ટેજ પુરતા પ્રમાણમાં ન હોવાથી ફેબ્રુઆરી-2020માં સીબીનેટ મશીનની કાર્ટેજ ખલાસ થઇ ગઇ છે. જેને દસ માસથી વધુ સમય થવા છતાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કાર્ટેજની ખરીદી કરવામાં આવી નથી.સૂત્રોએ જણાવ્યું કે,આ મશીન ફોરેન બનાવટના છે અને કાર્ટેજ માત્ર ફોરેનમાં જ મળતી હોવાથી વિલંબ થઈ રહ્યો છે.

આ બાબતે જિલ્લા ટીબી અધિકારી મનોજ દવેને પૂછતાં તેમણે જણાવ્યું કે,મહિનામાં સીબીનેટ કાર્ટેજ આવી જશે ખરીદી માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને એક મહિનાના જ તેની ખરીદી થઈ જશે. સીબીનેટ મશીનમાં એકસાથે 8 ટેસ્ટ થતા હતા જેની સામે હાલમાં ટેસ્ટીગ માટે ભારતીય બનાવટના ટુનેટ મશીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે જેમાં એકસાથે બે ટેસ્ટ થઈ શકે છે.આ મશીન ભુજ,નખત્રાણા અને ગાંધીધામમાં છે અને હાલમાં દરરોજ 30 ટેસ્ટ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ટીબી અટકાયતી સારવાર શરૂ કરવામાં આવશે
અત્યારસુધી ટીબીનો કોઈ પોઝીટીવ કેસ આવે તો તે વ્યક્તિને અથવા ઘરમાં લક્ષણો ધરાવતા વ્યક્તિને સારવાર આપવામાં આવતી હતી.જોકે હવે નવો અભિગમ હાથ પર લેવામાં આવ્યો છે.જેમાં પોઝિટિવ દર્દીના ઘરમાં તમામ પુખ્તવયના લોકોની ચકાસણી કરી દવા આપવામાં આવશે.જેને ટીબી અટકાયતી સારવાર તરીકે ઓળખવામાં આવે છે તેવું જિલ્લા ક્ષય અધિકારી મનોજ દવેએ જણાવ્યું હતું.

કાર્ટેજ સરકારને પડી રહી છે મોંઘી
જિલ્લામાં સરેરાશ દરરોજ 30 થી 40 ટેસ્ટ કરવામાં આવે છે અને 1 કાર્ટેજમાં 36 ટેસ્ટ થઈ શકે છે.જેની કિંમત 1200 રૂપિયા છે.જેથી દર મહિને માત્ર ટેસ્ટીગની કાર્ટેજ પાછળ 36 હજારનો ખર્ચ ભુજમાં થઈ જાય તેમ છે. સરકારને આ કાર્ટેજ આખા રાજ્યમાં પહોંચાડવાની હોય છે.જેથી મોંઘી વસ્તુ હોવાથી ખરીદીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

કચ્છમાં હાલ ટીબીના 3300 જેટલા સક્રિય કેસો
કચ્છમાં હાલ ટીબીની બીમારીના 3300 જેટલા સક્રિય કેસો છે.જેઓ ટીબીની દવા આરોગી રહ્યા છે.આ પૈકી 73 દર્દી ગંભીર એટલે કે જટિલ ટીબીની બીમારી ધરાવતા હોવાથી તેઓની વધુ કાળજી લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...