તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ચૂંટણી લડેલા ઉમેદવાર રૂા. 50ના સ્ટેમ્પ પેપર ઉપર ખર્ચનું સોગંદનામું કરે

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય ચૂંટણી અાયોગે ‘નોટરી’ સમક્ષ પણ કરવા સુધારો કર્યો
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ મોટાભાગનાઅે ખર્ચ બતાવ્યો નથી

સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કચ્છમાં પણ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઅો યોજાઈ હતી. પરંતુ, પરિણામ અાવી ગયા બાદ પણ મોટાભાગના ઉમેદવારોઅે ચૂંટણી ખર્ચ રજુ કર્યા નથી, જેથી રાજ્ય ચૂંટણી અાયોગે રોજબરોજના ચૂંટણી ખર્ચના હિસાબો 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી રજુ કરવા અાદેશ કર્યો છે.

રાજ્ય ચૂંટણી અાયોગના સચિવ મહેશ જોશીઅે 6ઠ્ઠી માર્ચે કરેલા અાદેશમાં જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોની દરેક વોર્ડ, મતદાર વિભાગ માટેની સામાન્ય, પેટા, મધ્યસત્ર ચૂંટણી યોજાય ત્યારે ચૂંટણી લડતા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા અને ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા, નિભાવવા અને સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજુ કરવાની સમય મર્યાદા માટે સંબંધિતોને કરવાની થતી કાર્યવાહી માટે વિગતવાર સૂચનાઅો અાપવામાં અાવી છે.

ઉમેદવારે ચૂંટણી ખર્ચના હિસાબોનું સોગંદનામું અેક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ, તાલુકા મેજીસ્ટ્રેટ, જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ કરવા સૂચના અપાઈ છે. પરંતુ, પુખ્ત વિચારણાના અંતે નક્કી થયા મુજબ નોટરી સમક્ષ પણ 50 રૂપિયાની કિંમતના સ્ટેમ્પ પેપર પર કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...