તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધાત્મક આદેશો:ઉમેદવાર અને પક્ષોએ બેનર, કટઆઉટ લગાવતા પૂર્વે લેખિત મંજૂરી મેળવવી પડશે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

કચ્છમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર માટે પ્રતિબંધાત્મક આદેશો કરાયા છે.જિલ્લામાં ફરતા વાહનો ઉપરના સ્ટેટિક, માઉન્ટેડ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજુરી મેળવવાની રહેશે. સંબંઘિત અઘિકારીની લેખિત પૂર્વ મંજુરી સિવાય જાહેર સ્થળો તથા સભા સરઘસના સ્થળે પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરી શકાય. આવી સભાઓ/સરઘસો ચાલુ રાખવાની સવારે 8 પહેલા અને રાત્રે 10 વાગ્યા પછી પરવાનગી નહીં અપાય. આ જાહેરનામું તા.5-3 સુધી અમલી બનશે.

વધુમાં કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા કટઆઉટ, હોર્ડીંગ્ઝ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઈપણ સરકારી મિલ્કત/જાહેર ઈમારત પર મુકી કે પ્રદર્શિત કરી શકાશે નહી. જે જાહેર સ્થળોને જાહેરાત, બિલ બોર્ડ અને હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવા માટે નક્કી કરાયું હોય અને તે સ્થળો કોઈ ખાનગી એજન્સીને વ્યક્તિગત ગ્રાહકોને ફાળવાયું હોય તેવા કિસ્સામાં તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા માટે સમાન તક મળી રહે તે સંબંધિત ચૂંટણી અધિકારીએ સંબંધિત સત્તાઘિકાર મારફતે (જો હોય તો) સુનિશ્ચિત કરવાનું રહેશે.

દિવાલો પર લખાણ, પોસ્ટરો ચોંટાડવાની, પાટિયા, ઝંડા વગેરે લગાડવા માલિક મંજૂરી આપતા હોય ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારો, સંબંધિત રાજકીય પક્ષોએ મિલકતના માલિક પાસેથી લેખિત પરવાનગી, સંબંધિત ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ મંજુરી મેળવવાની રહેશે. હોર્ડીંગ્ઝની સાઈઝ 15 X 8 ફૂટ, કટઆઉટની ઉંચાઈ 8 ફૂટથી વધવી જોઈએ નહી એમ કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

પરવાનેદારોએ હથિયાર 4 દિવસમાં જમા કરાવી જવા
ચૂંટણીની કામગીરી દરમ્યાન કાયદો, વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લાના હથિયાર પરવાના ઘરાવતી વ્યકિતઓને હથિયાર પોતાની સાથે રાખવા ઉપર પ્રતિબંઘ લદાયો છે અને આવા હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં દિન-4 માં જમા કરાવવાના રહેશે. જે તે પોલીસ સ્ટેશને હથિયાર જમા કરાવનારા લાઇસન્સ ઘારકને યોગ્ય રસીદ આપવાની રહેશે. જમા કરાવેલા હથિયારો તા.5/3 પછી તેઓને પરત આપવાના રહેશે. રાજય, રાષ્ટ્રીય કે, આંતરરાષ્ટ્રીય લેવલની શુટિંગ સ્પર્ઘામાં ભાગ લેનારા રમતવીરોને પરવાના વાળા હથિયાર જમા કરાવવામાંથી મુકિત અપાઇ છે.

ઉમેદવારો સરકારી ભવનનો ઉપયોગ કરી શકશે નહીં
તા.5-3 સુધી ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો, ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સર્કિટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે, કોઈપણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે, કેન્દ્ર કે, રાજ્ય સરકારના પબ્લિક સેક્ટરમાં ચૂંટણી પ્રચાર, સભા, પ્રેસ કોન્ફરન્સ કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો