તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:‘કેન્સરગ્રસ્ત મહિલાને BPL કાર્ડ માટે ધક્કા ખવડાવાય છે’

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજના ટ્રસ્ટે જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ કરી રજૂઆત

માંડવીમાં રહેતા કેન્સરગ્રસ્ત મહિલાની સારવાર માટે આવશ્યક એવા બીપીએલ કાર્ડ માટે અરજી કરાયાના અઢી માસ સુધી કાર્ડ મળ્યો નથી તેવી જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ છે. સુમરાવાસમાં રહેતાં સારૂબાઇ ઇબ્રાહિમ સુમરાને કેન્સર થતાં સારવાર માટે ભુજના રામ રહિમ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. સંસ્થાએ મહિલાના દર્દ બાબતે તબીબનો સંપર્ક સાધતાં ઓપરેશનની સલાહ અપાઇ હતી. આ શસ્ત્રક્રિયાનો ખર્ચ 3થી 4 લાખ થતો હોવાનું જાણવા મળ્યું હતું. ખર્ચમાં રાહત રહે તે માટે આવશ્યક એવો બીપીએલ કાર્ડ મહિલા પાસે ન હોતાં તેણે અઢી માસ પહેલાં અરજી કરી હતી.

આ અંગે માંડવી મામલતદાર કચેરીનો અરજદારે સંપર્ક કરતાં હજુ સુધી કાર્ડ બન્યો ન હોવાનું જણાવીને ધક્કા ખવડાવાય છે તેવો આક્ષેપ કરતાં ટ્રસ્ટના પ્રમુખ મનસૂર બલોચે મહિલા વતી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેના પતિ અપંગ છે અને પુત્રો મજૂરીકામ કરી રહ્યા છે. કેન્સરગ્રસ્તની જિંદગી બચાવવા તાત્કાલિક બીપીએલ કાર્ડ કાઢી આપવાની માગ તેમણે કરી હતી. તેમ છતાં જો યોગ્ય પગલાં નહિ ભરાય તો મહિલાને નાછૂટકે અનશનના ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો