માંગ:પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સામાયિક મૂલ્યાંકન કસોટી રદ કરો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સામાયિક મૂલ્યાંકન કસોટી રદ કરવા બાબતે રાજ્ય સરકારના શિક્ષણ સચિવ વિનોદ રાવને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવેલ કે જુલાઈ માસના અંતમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની સામાયિક મૂલ્યાંકન કસોટી લેવા આયોજન કરાયું છે પરંતુ હાલમાં કોરોના મહામારીના સંક્રમણના કેસ તમામ જિલ્લામાં વધતા જાય છે. આ પરિસ્થિતિમાં દરેક વિદ્યાર્થીના ઘરે જઈ કસોટીપત્ર વહેંચવાની કામગીરી કરવી શક્ય જણાતી નથી તથા જોખમકારક પણ છે. રાજ્ય સરકાર દ્વારા તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે ત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની કસોટી પણ આ પરિસ્થિતિમાં રદ કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...