તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:સામાન્ય સભામાં મંજુર ન થયેલા કારોબારીના ઠરાવો રદ કરો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાદેશિક કમિશ્નર પાસે વિપક્ષી નગરસેવકોની રજુઆત

ભુજ નગરપાલિકાની ગત ટર્મમાં કારોબારીએ પસાર કરેલા ઠરાવો સામાન્ય સભામાં મંજુર કરાયા નથી. છતાં વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, જેથી વિપક્ષી નગરસેવકોએ પ્રાદેશિક કમિશ્નર પાસે એવા ઠરાવોના વર્ક ઓર્ડર રદ કરવા રજુઆત કરી છે.

નગરસેવક કાસમ સમા, મહેબુબ પંખેરીયા, મરીયમ હાસમ સમાએ 2જી જૂને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 2020ની 5મી ડિસેમ્બરે કારોબારી મળી હતી, જેમાં 11માંથી 7 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા. જે ઠરાવો બાદ સામાન્ય સભા મળી ન હતી. આમ, સામાન્ય સભાની મંજુરી મળી નથી. કેમ કે, ગત ટર્મની ચૂંટાયેલી બોડીની મુદ્દત 2020ની 14મી ડિસેમ્બરે પૂરી પણ થઈ ગઈ હતી. ચૂંટણી બાદ વર્તમાનમાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ છે. કારોબારી સમિતિના ચેરમેનની જાહેરાત કરી દેવાઈ છે. પરંતુ, સમિતિની રચના થઈ નથી, જેથી કારોબારીમાં મંજુરી મળી શકે નહીં. આમ, કોઇપણ જાતના નિયમોના પાલન વિના વર્ક ઓર્ડર અપાયા હોય તો તાત્કાલિક અસરથી રદ કરી દેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...