તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:મુખ્યમંત્રીની સુચના છતાં કચ્છમાં કેનાલનું કામ અટક્યું

ભુજ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ રાજ્યમંત્રીએ વધુ એક વાર રૂપાણીને પાઠવ્યો પત્ર

કચ્છમાં નર્મદા કેનાલના કામોમાં ગતિ લાવવાની ખુદ મુખ્યમંત્રીએ સુચના આપી હોવા છતાં જવાબદાર અધિકારીઓ તેને ગણકારતા ન હોય તેમ છેલ્લા એકાદ માસથી મુખ્ય નહેરનું કામ બંધ જેવું છે. નાની બાબતો માટે જીવાદોરી સમાન પાણીના કામ અટકી જશે તો આખી યોજના ક્યારે પૂર્ણ થશે તેવો સવાલ કરતાં પૂર્વ રાજ્યમંત્રીએ ફરી એક વાર મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કરવા માટે ધ્યાન દોર્યું છે.

ગાંધીનગર ખાતે યોજાતી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ખુદ મુખ્યમંત્રી સુચના આપતા હોવા છતાં સબંધિત તંત્રના અધિકારીઓએ જાણે કાર્ય પૂર્ણ ન કરવાનું ધાર્યું હોય તેમ નર્મદાની મુખ્ય કેનાલના કામમાં ગતિ આવતી જ નથી. ચાર-પાંચ વર્ષથી પર્યાવરણની મંજૂરી મળ્યા બાદ કામ સ્થગિત થઇ ગયું હતું તે અંગે રજૂઆત કર્યા બાદ મુખ્ય કેનાલનું કાર્ય શરૂ થયું જે ફરી બંધ જેવી હાલતમાં છે. જવાબદાર અધિકારીઓ દ્વારા આ માટે નાની નાની બાબતો આગળ ધરવામાં આવે છે.

આવું જ વલણ રહ્યું તો યોજના સંપૂર્ણ રીતે ક્યારે આકાર લેશે તે સવાલ થાય તેમ છે તેવું પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ પત્રમાં જણાવ્યું હતું. બે વર્ષ અગાઉ કચ્છમાં દુષ્કાળના સમયે દર મહિને કચ્છની મુલાકાત લઇને સમીક્ષા બેઠક યોજીને મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાને જાણે દુષ્કાળ મુક્ત કર્યો હોય તેવી કામગીરી થઇ હતી. આવી જ રીતે નર્મદાની મુખ્ય કેનાલ અને વધારાના પાણીની પેટા શાખા નહેરોના કામ તેજ ગતિથી આગળ વધે તે હેતુથી અંગત રસ લેવા પૂર્વ રાજ્યમંત્રીએ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલ કચ્છ માટે જીવાદોરી સમાન છે ત્યારે પૂર્વ રાજ્યમંત્રીએ આ પહેલા પણ નર્મદા કેનાલ અંગે રજૂઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો