તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંધણના ભાવમાં વધારો:ઇંધણના ભાવ વધારા પર શું ચૂંટણી જ લગાવી શકે લગામ?

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી V/S ઇંધણના ભાવ - Divya Bhaskar
ચૂંટણી V/S ઇંધણના ભાવ
  • 62 દી’માં પેટ્રોલમાં રૂ.8.83, ડીઝલમાં 9.34નો વધારો

સરકારી તેલ કંપનીઓએ ફરીથી ઇંધણના ભાવમાં વધારો કરતા સામાન્ય માનવીના જીવનમાં આગ લાગી છે. એક દિવસના વિરામ બાદ પેટ્રોલમાં 34 પૈસા અને ચાર દિવસ બાદ ડિઝલમાં 18 પૈસાનો વધારો કરાયો છે, આમ છેલ્લા 62 દિવસમાં પેટ્રોલમાં સતત 34મી અને ડીઝલમાં 33મી વખત સાથે અનુક્રમે રૂ.8.83 અને રૂ.9.34નો વધારો કરાયો છે. હાલ કચ્છમાં પ્રતિ લિટર પેટ્રોલ રૂ.96.66 અને ડીઝલ રૂ.96.52 ભાવ છે. સરકારી તેલ કંપનીઓએ 27 ફેબ્રુઆરીના ડીઝલમાં 17 પૈસા અને પેટ્રોલમાં 23 પૈસાનો વધારો કર્યો હતો. ત્યારબાદ સતત 4 મે સુધી કોઇ વધારો નોંધાયો ન હતો.

આ સમય દરમિયાન વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સમયે ક્રૂડ ઓઈલ મોંઘો થવા છતાં પણ કોઈ વધારો કરાયો ન હતો. IPCL,IOCL, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, આંતરરાષ્ટ્રીય પ્રાઈસ અને ફોરેન એક્સચેન્જ રેટના આધાર પર રોજ તેલના ભાવમાં સુધારણા કરવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રોજ સવારે છ વાગ્યે ફેરફાર થતો હોય છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ 100 પાર પહોંચી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...