તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાવરપટ્ટીમાં ઘાસ-પાણી ખૂટતા માલધારીઓના ખેતરોમાં ધામા

નીરોણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉનાળાના ચાર મહિના એક જ જગ્યાએ વિતાવશે રબારીઓ

કચ્છ પશુપાલન માટે જાણીતો પ્રદેશ છે. સૂકું રણ હોવા છતા અનેક કિલોમીટર સુધી ઘાસિયા મેદાન પણ કચ્છમાં છે. એવા જ એક પાવરપટ્ટી વિસ્તારમાં ઘાસ અને પાણી ખૂટતા માલધારીઓ માટે વાડી ખેતરોનો આશરો લેવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રુદ્રમાતા જાગીરથી થાન જાગીર સુધી વિસ્તરેલા વિશાળ ચોમાસા બાદ હરિયાળા બનેલા પ્રદેશમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય ધરાવતા લોકો માટે પાવરપટ્ટી વિસ્તારમાં અછતના એંધાણ દેખાય છે.

માલધારીઓ જ્યાં પાણી અને ઘાસ પૂરતા પ્રમાણમાં હોય તે જગ્યા વસવાટ માટે પસંદ કરતા હોય છે. પાવરપટ્ટી વિસ્તાર અંગે મળતી વિગતો અનુસાર આ વિસ્તારના માલધારી વિશા રબારીના જણાવ્યા મુજબ છેલ્લા પંદર દિવસથી આ પંથકના સીમાડાઓમાં ઘાસ અને પાણી ખૂટી ગયા છે. જેને કારણે પરિવારો તળાવો અને ખાડા ખાબોચિયાને મૂકીને સીમ વિસ્તારમાં થોડી પિયતની સગવડ ધરાવતા વાડી વિસ્તારોમાં આશરો લીધો છે.

વાડી વિસ્તારોમાં હાલ વિવિધ પાકોની કાપણી, લણણી થયા બાદ ખેતરોમાં ઘાસ તેમજ પાકની વિવિધ ડાળી-ડાંખળા, પાંદડા વગેરેનો કચરો ખેતરમાં થતો હોઇ ખેડૂતો આવા કચરાને ચારવા માલને છૂટ આપે છે. જેને ભેલાણ કહેવામાં આવે છે. પશુ પાલકો પણ ખેડૂતોને ખાતર માટે તેમના પશુઓના મળ મૂત્ર દ્વારા નૈસર્ગિક ખાતર દ્વારા કામ આવે છે. વધુ માહિતી આપતા રબારી પરિવાર કહે છે કે, અનેક ઘેટાં બકરાં લઈ આવી અહી રોકાયા છે, જેથી બંનેને ફાયદો થાય.

ઉનાળામાં આ પંથકમાં વાવેતર થતું નથી. મોટાભાગના ખેતરો ખાલી હોય છે. રાત્રિ રોકાણ માટે અનુકૂળ જગ્યા હોય છે. ચોમાસુ આવે ત્યાં સુધી ચાર મહિના આ રખડતા ભટકતા લોકો કે જે વિચરતી જાતિના લોકો છે, તેમને એક જગ્યાએ બધું મળી જાય માટે વાડી ખેતરોનો આશરો લેવાનું વધુ પસંદ કરે છે. વરસાદ આવતા ફરીથી સીમમાં તળાવ, ડેમ ભરાઈ જાય એટલે ત્યાં પહોંચી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો