• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Campaign From The Second Dose Of Vaccine To Protect Against Corona, Joint Effort Of District Administration, Health System

વેક્સિનેશન:કોરોના સામે રક્ષણ આપતી રસીના બીજા ડોઝની કાલથી મહાઝુંબેશ, જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્રનો સંયુક્ત પ્રયાસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અેક જ દિને 1 લાખથી વધારે વ્યક્તિને આવરી લેવા સજ્જ

કચ્છમાં 17મી સપ્ટેમ્બર શુક્રવારથી કોરોના સામે રક્ષણ અાપતી રસીના બીજા ડોઝ મહાઝુંબેશનો પ્રારંભ થવાનો છે, જેમાં જિલ્લા અારોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર અેક જ દિવસે અેક લાખથી વધારે વ્યક્તિને અાવરી લેવાની તૈયારી સાથે સજ્જ છે. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે જણાવ્યું હતું કે, શુક્રવારે પ્રથમ ડોઝ માટે 18 વર્ષથી મોટી ઉંમરની તમામ વ્યક્તિઅોને પણ ડોઝ અાપવામાં અાવશે. પરંતુ, પ્રથમ ડોઝ કોવેક્સિનનો લીધો હોય અને અેને 28 દિવસ પૂરા થઈ ગયા હોય અે ઉપરાંત કોવિશિલ્ડનો લીધો હોય અને અેને 84 દિવસ પૂરા થઈ ગયા હોય અેમના માટે ખાસ અાયોજન કરાયું છે.

મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. માઢકે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો દેશ અને દુનિયા સાથે જોડાયેલો છે. માનવ પ્રવૃતિ, પ્રવાસ વધતા અાગામી દિવસોમાં કોરોના રોગ ફરી વધી શકે અેવી દહેશત છે. રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, જિલ્લામાં 18 કે તેથી વધુ ઉંમરના અંદાજિત 15 લાખ લોકો સામે 12 લાખથી વધારે લોકોઅે પ્રથમ ડોઝ લઈ લીધો છે. પ્રથમ ડોઝમાં બાકીના લોકોને કોરોના થવાનો જોખમ વધુ છે, જેથી અેવા લોકોને અા મહાઝુંબેશમાં પોતાનો પ્રથમ ડોઝ લેવા ખાસ અાગ્રહભરી અપીલ છે.

500થી વધારે રસીકરણ સ્થળ
જિલ્લામાં દરેક તાલુકામાં વ્યવસ્થા કરાઈ છે. પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, સામૂહિક અારોગ્ય કેન્દ્ર, પેટા અારોગ્ય કેન્દ્ર, અાંગણવાડી, વધુમાં વધુ ગામોમાં 500થી વધુ રસીકરણ સ્થળો ઊભા કરાયા છે.

સગર્ભા માટે રસી સુરક્ષિત
સગર્ભાઅો અને ધાત્રીમાતાઅો માટે રસી સુરક્ષિત છે. રસીકરણની કોઈ ગંભીર અાડ અસર નથી, ખોટી અફવાઅોથી ગભરાવવું નહીં. સંપૂર્ણ સુરક્ષા માટે બે ડોઝ લેવા જરૂરી છે. જોકે, રસીકરણ બાદ કપણ કોવિડ અનુરૂપ અનુકરણ ચાલુ રાખવા અાવશ્ય છે.

અન્ય સમાચારો પણ છે...