આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામમાં પત્રકાર પરિષદ યોજીને લોકોને સરકારી સ્કુલોના બદહાલ સ્થિતિઓ અંગે આપ દ્વારા જાહેર કરાયેલા નંબર પર માહિતી મોકલવા જણાવ્યું હતું.મનીષ સિસોદિયા ગુજરાત આવીને ભાવનગરની શાળાની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓને બેસવા માટે શાળા ના ઓરડા નથી અને કરોળિયાના જાળા, સેનીટેશન સુવિધાનો અભાવ પૂરતા શિક્ષકો નો અભાવ છે. આ જોઈ દિલ્હીના શિક્ષણ મંત્રી સિસોદિયાએ ખેદ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 9512040404 નંબર દ્વારા ગુજરાત ના લોકો ને ક્યાંય પણ આવી શાળા દેખાય તો એના ફોટો અને વિડિયો શાળા નું નામ સાથે આ નંબર પર વોટ્સએપ કરવાનુ જણાવ્યું હતું. આગામી સમયમા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ વ્યવસ્થાની વાસ્તવિકતા દર્શાવાશે. દિલ્હી શિક્ષણ મોડેલ અનુરૂપ ગુજરાત ની પણ તમામ શાળાઓનું નવીનીકરણ કરીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા બદલવામાં આવશે તેમ જણાવાયું હતું.
ગુજરાત રાજ્ય સહ મંત્રી કે કે અન્સારી, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર, રાજુભાઇ લાખાણી, મહિલા પ્રમુખ છાયાબેન ચૌહાણ, પિન્કી બેન આહીર, રમણીકભાઇ કોલી, એસ સી સેલ પ્રમુખ રાઈશિભાઈ દેવરિયા સહિતના જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.