તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુરોધ:કચ્છી ભાષાને તાકીદે માન્યતા મળે તે માટે સહિયારા પ્રયાસો કરવા હાકલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છી સાહિત્ય મંડળ અંતર્ગત કચ્છીભાષાના પ્રસાર પ્રચાર અને સંવર્ધન હેતુ થતાં પ્રયાસોમાં દર મહિનાના બીજા અને ચોથા બુધવારે મળતી બેઠક કોરોના સંક્રમણ સબબ દોઢ વર્ષ જેટલો સમય બંધ રહી હતી. જેનું તાજેતરમાં સાહિત્યકારોની ઉપસ્થિતિમાં તા.25 ઓગષ્ટના હોટલ વિરામ ખાતે પુનઃ શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમના આરંભે સૌને આવકારતાં કૃષ્ણકાન્ત ભાટિયા ‘કાન્ત’ એ બહુ લાંબાગાળા દરમિયાન મળ્યાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. અને કવિ ‘પુષ્પ’ના બાસઠમા વર્ષમાં પ્રવેશ સબબ કચ્છી સાહિત્ય મંડળના સર્વે સભ્યો વતી ‘અત્તર’થી સન્માનિત કર્યા હતા.

ગદ્ય-પદ્ય પઠનના આરંભમાં જગદીશ ગોર ‘પાગલે’ ‘ઘા જેંકે લગ઼ા’ કવિતાનું પઠન કર્યું હતું. જ્યારે કિશોર શાહ-સંઘોઈએ ‘આગ’, નેણશી મીઠિયાએ ટૂંકી વાર્તા, કાનજી મહેશ્વરી ‘રિખીયો’ કુલા’, અશોક સિંધલે ગુજરાતી ‘આંધળી મા નો કાગળ’નું કચ્છીમાં અનુવાદિત રચના રજૂ કરી હતી. જ્યારે અશોકભાઈ માંડલિયા ‘માનવ’એ ‘સલા’, મોહનલાલ જોશીએ ‘નિવૃત્તિ’, અરૂણાબહેન ઠક્કર ‘માધવી’એ ‘કબીરા’, રમેશ ભટ્ટ ‘રશ્મિ’એ ‘સિખી ગ઼િન’, બિહારીલાલ અજાણીએ ‘હલુંતા’, લાલજી મેવાડા ‘સ્વપ્ન’એ કચ્છી સાહિત્ય મંડળ રજીસ્ટ્રેશન થયું તેની વાત કરતાં હવે કચ્છીભાષાના વધુ કાર્યક્રમો કરી શકશે.

જેનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને ‘ભેંણ’ કવિતા રજૂ કરી હતી. કૃષ્ણકાન્ત ભાટિયા ‘કાન્ત’એ કવિ પુષ્પના જન્મ દિવસ અંતર્ગત કાવ્ય પઠન કર્યું હતું. જ્યારે રવિ પેથાણી ‘તિમિર’એ ‘વઠો’, મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’એ ‘રૂબરૂ’, કવિ ‘પુષ્પ’એ ‘ધારીંતા’ ડૉ. કાન્તો ગોર ‘કારણ’એ ટૂંકી વાર્તા, વિદ્વાન સાહિત્યકાર જયંતિ જોશી ‘શબાબ’એ સમગ્ર કવિતા-વાર્તા પઠન પર અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું, અને આજની આ બેઠકને નવા વર્ષ જેટલા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છીભાષા માન્યતા માટે સૌએ સાથે મળી આ કાર્ય જલદી કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ગૌતમ જોશી, ગૌરીશંકર કેશવાણી ‘જ્યોત’ અને કચ્છીભાષા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ લાલજી મેવાડા ‘સ્વપ્ન’એ કર્યું હતું જ્યારે વ્યવસ્થા મોહનલાલ જોશીએ સંભાળી હતી, સંચાલન અને આભાર વિધિ કૃષ્ણકાન્ત ભાટિયાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...