પરંપરા:મોબાઈલ યુગમાં પણ અડીખમ છે કેલેન્ડર પ્રથા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત દિવાળીએ કોરોના કાળમાં બહુ જ ઓછો વેપાર થયો હતો. આ વર્ષે સારા ઓર્ડર

ગત વર્ષ નબળુ ગયા બાદ હવે ધીમે ધીમે બધા વ્યાપારી ક્ષેત્રોમાં ગતિ આવી રહી છે. શ્રાવણ, નવરાત્રી અને હવે દિવાળી નજીક છે, ત્યારે વેપારીઓમાં સારા વેપારની આશા જાગી છે. જૂના સમયમાં કેલેન્ડર અને દટ્ટા એક એક ઘરમાં રહેતા. મોબાઈલ ચલણમાં આવ્યા તેમ સમય, વાર, તહેવાર વગેરે હાથમાં ઉપલબ્ધ છે. જો કે, હજી મોટો વર્ગ એવો છે કે, કેલેન્ડર ઘરે હોવું જ જોઇએ તેવું માને છે.

તો સ્વામિનારાયણ સંપ્રદાય જેવી સંસ્થાઓ પણ છે કે જેઓ સત્સંગીઓને દિવાળી પ્રસાદ તરીકે આપે છે. ભુજમાં સ્વસ્તિક એજન્સીના વિનોદભાઈએ કહ્યું કે, ગત દિવાળીએ કોરોના કાળમાં બહુ જ ઓછો વેપાર થયો હતો. આ વર્ષે સારા ઓર્ડર છે.

જોકે, કોલસાની તંગી અને અન્ય કારણોસર પેપરમાં છેલ્લા બે મહિનામાં ભાવ દોઢ ગણા વધી ગયા છે. માટે ગ્રાહકોને પણ ઊંચા ભાવે કામ આપવું પડે છે. દરરોજના ભાવ વધારો આવે છે. કેલેન્ડર સિવાય મીઠાઈ બોક્સ, કેક પેકેટ, જેવી અન્ય વેરાયટીઓ પ્રિન્ટિંગ કરી ભેટ તરીકે આપવાનું ચલણ વધ્યું છે

અન્ય સમાચારો પણ છે...