તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ દૂર:ભીરંડિયારા સીમમાં વધુ ત્રણ વાડા દુર કરી તંત્રએ 29 હેક્ટર જમીન દબાણ મુક્ત કરાવી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના અુમક લોકોઅે વિરોધ કરતાં મામલતદારે કર્યો હસ્તક્ષેપ

ઘાસિયા મેદાનમાં થયેલા ખેતી વિષયક દબાણો દુર કરવાની કામગીરી જારી રહી છે અને શુક્રવારે વધુ 3 વાડા પરનું અતિક્રમણ દુર કરી 29 હેક્ટર જમીન દબાણ મુક્ત કરાઇ હતી. જો કે, સવારે અમુક લોકોઅે વિરોધ કરતાં મામલતદારે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

અેશિયાના સાૈથી મોટા ઘાસિયા મેદાનમાં વાડા બનાવીને ખેતી કરવામાં અાવી રહી છે ત્યારે અેન.જી.ટી.ના અાદેશ બાદ તંત્રઅે દબાણ હટાવ કામગીરી અાદરી છે. સાતમ-અાઠમના તહેવારો અગાઉ સતત ત્રણ દિવસ સુધી અતિક્રમણ દુર કરાયા બાદ શુક્રવારે ભીરંડિયારા સીમમાં વધુ 3 વાડા દુર કરીને 29 હેક્ટર જમીન ખુલ્લી કરાઇ હતી.

વન વિભાગના બન્નીના ઇન્ચાર્જ ડીસીઅેફ અેમ.યુ. જાડેજાઅે જણાવ્યું હતું કે, સવારે દબાણ હટાવ કામગીરી શરૂ કર્યા બાદ અમુક લોકોઅે તેનો વિરોધ કર્યો હતો. જો કે, ભુજના ગ્રામ્ય મામલતદાર વિવેક અેચ. બારહટે હસ્તક્ષેપ કરીને લોકોને સમજાવતાં સાંજે 5.30 વાગ્યા સુધી દબાણ હટાવ કામગીરી જારી રહી હતી.

પશુઅો માટે ઘર નજીકનો વાડો નહીં હટાવાય
ભુજના ગ્રામ્ય મામલતદાર વિવેક અેચ. બારહટે જણાવ્યું હતું કે, શુક્રવારે દબાણ હટાવની કામગીરી શરૂ કરાઇ ત્યારે 100થી વધુ માણસોના ટોળાઅે વિરોધ કર્યો હતો અને જયાં ઘાસચારો ઉગેલો હોય તેવા વાડા અને ઘરની નજીક પશુઅો માટેના નાના વાડા ન હટાવવા માંગ કરી હતી, જેથી તેમને સમજાવી કામગીરી શરૂ કરાઇ હતી, જે અાગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. બારહટે વધુમાં કહ્યું હતું કે, ગામમાં જયાં લોકો રહેણાંક કરતા હોય અને ઘરની નજીકમાં જ પશુઅો માટે નાનો વાડો હોય તો તેવા વાડા નહીં હટાવાય.

અાખો મહિનો અવિરત રહેશે અતિક્રમણ દુર કરવાની ઝુંબેશ : ઇન્ચાર્જ ડીસીએફ
વન વિભાગના બન્નીના ઇન્ચાર્જ ડીસીઅેફ અેમ.યુ. જાડેજાઅે જણાવ્યું હતું કે, ઘાસિયા મેદાનમાં અતિક્રમણ દુર કરવા માટેની કામગીરી સપ્ટેમ્બર અાખો મહિનો અવિરત રહેશે અને અોક્ટોબર મહિનામાં પણ દબાણ હટાવ માટેનું અાયોજન પણ ટૂંક સમયમાં ઘડી કાઢવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...