પાણીનો વેડફાટ:નળ સર્કલ પાસે અતિ ખાડા-ટેકરાઓથી ધંધાદારીઓ પરેશાન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાડામાં પશુઅો અને વાહનો ખાબકવાના પણ બનાવ બન્યા

તાજેતરમાં ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે પાઇપ લાઇન તૂટી જતા લાખો લિટર પાણી વેડફાયું હતું. તેવામાં હવે માધાપર માર્ગ પરના નળ સર્કલ પાસે પાણીની પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલા મોટા ખાડાઓને કારણે અહીંના ધંધાદારી વર્ગમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. અહીં પણ પાણીની પાઈપ લાઈન તુટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

છેલ્લા ઘણા સમયથી આ ખાડાઓ ખોદી દેવાયા છે અને કોઈ કામગીરી કરાતી ન હોઈ આ ખાડામાં મુંગા જાનવરો પડી જવાના બનાવો બન્યા છે. ઉપરાંત અહીંથી પસાર થતા વાહનો પણ પડી જવાના બનાવો બની રહ્યા છે. જવાબદારોને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં ન આવતા અહીંના ધંધાદારી વર્ગ પરેશાન છે.

અહીં લોજ ચલાવતા સામજીભાઈ આહિરે જણાવ્યું હતું કે, ઘણા સમયથી અહીં ખોદવામાં આવેલા ખાડાઓથી અમોને તથા આસપાસના વેપારીઓને ખુબજ પરેશાનીનો સામનો કરવો પડે છે. અમારા ધંધામાં પણ તેની અસર પડી રહી છે જેથી તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય અને ખાડાઓ પુરાય તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...