તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પાસીંગ ઓછી સીટિંગનું, ને વધુ પ્રવાસી સાથેની બસો દોડતી થઇ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બસોની પાસિંગ મર્યાદામાં કેપેસીટી ઓછી બતાવાઇ
  • 56 સીટર બસમાં ટેક્સ 26 સીટનો ભરાય છે

કચ્છના માર્ગો પર દોડતી ખાનગી ટ્રાવેલ્સની બસોનું દર મહિને ટેક્સ ભરવાનું હોય છે. બસોમાં સીટીંગ મર્યાદા મુજબ ટેક્સ લેવામાં આવે છે, પણ અમુક બસો ઓછી સિટીંગ મર્યાદા બતાવી પાસિંગ કરાવી લેવાય છે. ખરેખર બસો હોય છે વધારે સીટોની જેથી ટેક્સ બચાવી શકાય. ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં નોંધાયેલી ખાનગી ટ્રાવેલ્સની બસોનું દર મહિને ટેક્સ લેવાય છે.

ટેક્સ બસની સીટીંગ મર્યાદા મુજબ ભરવામાં આવે છે. અમુક ટ્રાવેલ્સની પાસિંગ ઓછી સીટો બતાવીને કરાવી દેવાય છે જેના લીધે બસ માલિકને ઓછુ ટેક્સ ભરવું પડે છે. જેમ કે, 26 સીટીંગ મર્યાદાવાળી બસ ઓનલાઇન રેકર્ડમાં પાસિંગ કરાવી તેનું દર મહિને ટેક્સ ભરી દેવાય છે, જો કે બસની સીટિંગ મર્યાદા 56 સીટની હોય છે. 56 સીટની મર્યાદામાં પાસિંગ કરાવી ટેક્સ ભરે તો તેને દર મહિને મોટી રકમ ટેક્સમાં ભરવી પડે, આમ ઓછી સીટીંગ મર્યાદા બતાવીને પાસિંગ કરાવી લેવાથી ઓછુ ટેક્સ ભરી સરકારની તિજોરીને નુકસાન થઇ રહ્યું છે. રાત્રે દોડતી બસોની પાસિંગમાં સિટીંગ કેપિસીટી ચેક કરવામાં આવે તો અનેક બસો કાયદાના સકંજામાં આવી જાય તેમ છે.

અમુક બસો એક જ નંબરથી દોડાવાય છે
ભુજથી જુદા જુદા રૂટ પર દોડતી બસોમાં અનેક ગેરરિતી આચરવામાં આવે છે. ટ્રાવેલ્સ માલિક પાસે એવી કોઇ બસ હોય જેનું ટેક્સ ઘણા વર્ષોથી ભરાયું ન હોય અને પાસિંગ પણ થયું ન હોય. ટેક્સ ભરવામાં લાખો રકમ ચાલી જાય જેટલી બસની કિંમત પણ ન હોય. તો ટ્રાવેલ્સ સંચાલકો જુદા જુદા રૂટ પર ચાલતી બસોમાં જે બસનું ટેક્સ ભરાયેલું હોય અને પાસિંગ પણ હોય તે નંબર લગાવી દેવાય છે. બસ પકડાય તો કાગળો પણ રજુ કરી દેવાય છે. આમ એક જ નંબર પર બેથી ત્રણ બસો જુદા જુદા રૂટ પર ચલાવાય છે જેનાથી સરકારી તિજોરીને નુકસાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...