તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાનિકારક નિકાલ:ખુલ્લામાં કચરો બાળવો સ્વાસ્થ્ય અને પર્યાવરણને માટે જોખમી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરમાં લારી-ગલ્લાવાળા કેબિન ધારકો સહિત અનેક દુકાનદારો નકામી રદ્દી, નાળામાં સડતા કચરા સહિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓના નિકાલ કરવાના બદલે તેને એકત્ર કરી સળગાવી દેતા હોય છે. આવા સડતા કચરાને સળગાવવાના લીધે મિથેન, સલ્ફર, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઈડ જેવા હાનિકારક ગેસ ઉત્પન્ન થતા હોય છે.

જે સ્વાસ્થ્યને તો હાનિકારક છે જ સાથે પર્યાવરણને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે અને ક્યારેક મોટી આગની ઘટના બનવાની પણ સંભાવના રહે છે. એક જ સ્થળે આમ વારંવાર કચરા સળગાવવાથી જે તે સ્થળના લોકોને કેન્સર, ચામડીના રોગ, ટીબી તેમજ શ્વસન તંત્ર સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. આ દ્રશ્ય એકોર્ડ હોસ્પિટલ સામેનો છે પણ શહેરનો હોસ્પિટલ રોડ હોય કે રિલોકેશન સાઈડ, દરેક અલગ અલગ સ્થળોએ આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે. જેથી કરીને આવા કચરાને બાળવાના બદલે તેનો યોગ્ય નિકાલ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...