તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઠરાવ:બન્નીને બાવળ મુક્ત બનાવી, ઘાસિયા જમીન પુનર્જીવિત કરાશે

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ ઉછેરક માલધારી સંગઠનની બેઠકમાં વિવિધ ઠરાવો કરાયા

તાજેતરમાં યોજાયેલી બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનની સામાન્ય સભામાં બન્ની વિસ્તારને ગાંડા બાવળ મુક્ત કરીને ઘાસિયા મેદાન પુનર્જીવિત કરવા સહિતના વિવિધ નિર્ણયો લેવાયા હતા.સંગઠનના પ્રમુખ મીરાસા મુતવા ઉપસ્થિતોને આવકારતાં સભાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ઘાસિયા ભૂમીની સુધારણા માટે થયેલા પ્રયાસોની વિસ્તૃત વિગતો ભારતી નંજારે આપી હતી. ડો. પંકજ જોશી, ખાલીદ મુતવા, સૈયાદ મુતવા, ફહીમ મુતવા, રઉફ મુતવાએ અલગ અલગ પ્રકારના ઘાસ અંગે સમજ આપી હતી.

રમેશ ભટ્ટીએ વન અધિકાર અધિનિયમને ટાંકીને બન્નીને બન્ની રહેવા દ્યોની વાત કરી હતી. આ દિશામાં યુવાનોને જોડવા તેમજ જાગૃતિ ફેલાવવા ભાર પૂર્વક તેમણે જણાવ્યું હતું. આ તકે ગાંડો બાવળ દુષ્કાળના સમયમાં જમીનમાંથી 26 લિટર જેટલું પાણી પીતો હોવાથી બન્નીને ગાંડા બાવળ મુક્ત કરીને ઘાસિયા જમીનોને પુન: જીવિત કરવાનો ઠરાવ કરાયો હતો.બન્નીમાં થઇ રહેલા ખેતીના દબાણો દૂર કરીને નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલનો આદેશ અમલી બનાવવાના પ્રસ્તાવને ઉપસ્થિત તમામે આવકાર્યો હતો. સભાના આરંભે અમીરૂલ હસન નદવી મુતવાને કલાધર મુતવા દ્વારા અંજલિ અપાઇ હતી. હનીફ હિંગોરજા, હુસેન જત, અલા ભચાયા, હમુભાઇ મારવાડા, અરજણ મારવાડા, ગની સમા, કરીમ સુમરા સહિતનાએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન ઇશા મુતવા અને ઇમરાનખાન મુતવાએ જ્યારે આભાર દર્શન ઉપપ્રમુખ મુસાભાઇ રાયસીપોત્રાએ કર્યું હતું.પશુ ઉછેરક માલધારી સંગઠનની બેઠકમાં વિવિધ ઠરાવો કરાયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો