તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ખાનાય તીર્થધામના વિકાસ માટે માળખાગત સુવિધાઓ ઉભી કરો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 450 વર્ષ જૂના સ્થાનકને પ્રવાસન ક્ષેત્રે વિસાવવા માંગ

અબડાસાના ખાનાયમાં અાવેલા પાૈરાણિક રામદેવપીર મંદિર સ્થાનકનો યાત્રાધામ િવકાસ બોર્ડમાં સમાવેશ કરી માળખાગત સુવિધાઅો િવકસાવવા માંગ ઉઠી છે. રામદેવપીર દાદાના વંશજ મેઘરાજજી દાદાને કચ્છ-રાજસ્થાનના ક્ષત્રિય, રબારી તેમજ દલિત સમાજના લોકો ધર્મગુરુ માને છે. રામાસર તળાવનું બ્યૂટીફિકેશન કરાય, ચોતરફ સ્નાનાઘાટ, વૃક્ષારોપણ, અાસપાસ ખુલ્લી જગ્યામાં બાગ-બગીચાનું નિર્માણ, તળાવને ઉંડું ઉતારી પ્રવાસીઅોને અાકર્ષવા બોટિંગની મંજૂરી તેમજ અહીં કુલ પીર પરંપરાના વાહકો અેવા 8 સંતો, પીરોની સમાધિઅો અાવેલી છે, જેને પણ વિકસાવવા સમાધિઅોના ઇતિહાસનું અાલેખન, સીસીરોડ, બાલાપરથી ખાનાય માર્ગની પહોળાઇ વધારવા માંગ ઉઠી છે.

વધુમાં અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઅો અાવતા હોઇ તેમના રાત્રિ રોકાણ માટે 15થી 20 રૂમ વાળું અતિથિ ગૃહ બનાવાય તો ઉપયોગી સાબિત થઇ શકે છે. દર ભાદરવી દશમ અને અગિયારસના દિવસે અહીં રામદેવપીરનો મેળો ભરાય છે, જો કે, વાહનની સગવડના અભાવે લોકોને અાવવા-જવામાં મુશ્કેલી પડે છે, જેથી અેસટી દ્વારા બસની સુવિધા ઉભી કરાય તો સગવડ મળી શકે છે.

ગાૈશાળામાં પશુઅોને બાંધવા શેડ, ખાણ-દાણ માટે ગમાણ, અવાડા, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન સહિતની સુવિધા વિકસાવવાની સાથે પુરાતત્વ ખાતા દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર જાહેર કરી ગ્રાન્ટની ફાળવણી કરાય તેવી માંગ સાથે કચ્છ કન્ઝર્વેશન ફાઉન્ડેશનના હરેશ અેસ.વ્યાસે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન સમક્ષ લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...