તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જાટાવાડાથી આણંદપર સુધીનો માર્ગ નવો બનાવો

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાપરના જાટાવાડાથી આણંદપર રોડ ભારે વરસાદના કારણે તુટી જતા બિસ્માર બન્યો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ રોડ નવો બનાવવા રાપરના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઇ છે. નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે જાટાવાડાથી આણંદપર ગામને જોડતો 5 કિલો મીટર જેટલો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. માર્ગ પર ઠેર ઠેર ગાબડાઓ પડી જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઐતિહાસિક વ્રજવાણી ધામને જોડતો રસ્તો હોઈ તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવા ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો