તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી પેકેટ મળ્યું:જખૌના સમુદ્રી વિસ્તારમાંથી BSFને શંકાસ્પદ પેકેટ મળી આવ્યું, પેકેટમાં ચરસ હોવાની આશંકા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BSF દ્વારા પેકેટમાં રહેલા જથ્થા અંગે તપાસ શરૂ કરવામા આવી

કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફના ક્રિક વિસ્તારમાંથી અનેક વખત કેફી દ્રવ્યોના પેકેટ સીમા સુરક્ષા દળને મળતા રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર શંકાસ્પદ પેકેટ BSFની ટીમને ખાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળી આવ્યાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા આ પેકેટ ચરસનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વિશે મળતી પ્રાથમિક માહિતી મુજબ સીમા સુરક્ષા દળના જવાનોને દરિયાના નજીકના કાંઠાના ક્રિક વિસ્તારમાંથી પાણીમાં ધોવાઈ ગયેલુ એક પેકેટ મળી આવતા તેના પરનું લખાણ અસ્પષ્ટ થઈ જતા પેકેટને જખૌ ખાતે લાવવામાં આવી રહ્યું છે. જ્યાં BSFના અધિકારી વર્ગની હાજરી સાથે પેકેટની તપાસ કરવામાં આવશે , અને ત્યાર બાદ સત્તાવાર પેકેટ અંદર શુ છે તે જાહેર કરવામાં આવશે. હાલ ઘડી આ પેકેટ કિંમતી ચરસનું હોવાનું કહેવાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે માસ પૂર્વે કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાંથી પાકિસ્તાનના 8 ઘુસણખોર સાથેના વહાણમાં રૂપિયા 150 કરોડના હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. અને થોડા દિવસ બાદ કચ્છના જખૌ નજીકના કાંઠા વિસ્તરમાંથી પણ કેફી દ્રવ્યોના પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આજે પકડાયેલા પેકટમાં પણ ચરસ છે કે કંઈ બીજું એ તપાસ બાદ ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...