સમારોહ યોજાયો:કચ્છ અને સુંદરવન બોર્ડર માટે 3 નવી ફ્લોટિંગ બીઓપી બીએસએફને મળી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમંત્રાલયે 2019માં બીઓપી માટે કોચીન શિપયાર્ડને ઓર્ડર આપ્યો હતો
  • વધુ 6 બીઓપી પણ ટૂંક સમયમાં તૈયાર થઇ જશે

કોચીન શિપયાર્ડ લિમિટેડએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે બનાવવામાં આવી રહેલા નવ ફ્લોટિંગ બોર્ડર અાઉટ પોસ્ટમાંથી ત્રણ બીઅોપી જહાજો પહોંચાડ્યા છે. અા બીઅોપી કચ્છની ક્રીક અને બંગાળ બોર્ડર પર ફરજ પર લેવામાં અાવશે. નવી દિલ્હીમાં જહાજોની ઔપચારિક સ્વીકૃતિ અને પ્રોટોકોલ હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો.

BSFના વોટર વિંગના ડીઅાઇજી મુકેશ ત્યાગીએ કોચીન શિપયાર્ડના ચીફ જનરલ મેનેજર નીલકંધન એ.એન. સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. અા પ્રસંગે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ સી.જી. રજની કંથન હાજર રહ્યા હતાં. નોંધનીય છે કે માર્ચ, 2019 માં ગૃહમંત્રાલયે BSF ની વોટર વિંગ માટે નવ ફ્લોટીંગ બોર્ડર અાઉટ પોસ્ટની ડિઝાઇન, બાંધકામ અને સપ્લાય માટે ઓર્ડર આપ્યા હતા. કોન્ટ્રાક્ટમાં બાકી રહેલા છ જહાજો બાંધકામના અદ્યતન તબક્કામાં છે અને ડિલિવરી માટે તૈયાર થઈ રહ્યા છે તેવી જાણકારી પણ અાપવામાં અાવી હતી.

46 મીટરની એકંદર લંબાઇ અને 12 મીટરની પહોળાઈ સાથેની બોર્ડર અાઉટપોસ્ટ ભારતના અંતર્દેશીય પાણીમાં, ખાસ કરીને કચ્છ (ગુજરાત) અને પશ્ચિમ બંગાળના સુંદરવનના ખાડી વિસ્તારમાં જમાવટ માટે તૈયાર કરવામાં આવી છે.જહાજોને સીઅેસઅલ દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવે છે અને ભારતીય રજિસ્ટર ઑફ શિપિંગ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. અને દરેક બીઅોપી જહાજને ચાર ઝડપી પેટ્રોલિંગ બોટ માટે સ્ટોવેજ વ્યવસ્થા સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જે તેની પોતાની ડેવિટ સિસ્ટમનો ઉપયોગ કરીને લૉન્ચ અને ફરકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...