તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સંજોગનગરમાં કાકાઇ બહેન પર ભાઇએ હુમલો કરી સોનાની ચેઇન અને એક્ટિવાની કરી લૂંટ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને ત્રણ શખ્સે ધોકા અને છરીથી માર મારી ઇજા પહોંચાડી
  • પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી 4 જણા સામે ગુનો નોંધ્યો

ભુજના સંજોગનગરમાં ખ્વાજા ચોકમાં રહેતી યુવતીએ કાકા ભાઇને એક્ટિવા આપવાની ના કહેતા ધોકા ધારિયાથી હુમલો કરીને ગળામાં પહેરેલી સોનાની ચેઇન અને એક્ટિવાની લુંટ ચલાવી હતી. તો તે યુવાનને રાત્રે ત્રણ શખ્સોએ ધોકા અને છરીથી માર મારી ઇજા પહોંચાડતાં બન્ને પક્ષે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ પરવિનબેન દાઉદભાઇ અજડીયા (ઉ.વ.30)એ એ ડિવિઝન પોલીસ મથકમાં આદીલ અબ્દુલ અજડીયા વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ફરિયાદી ઘરે હતી ત્યારે તેમનો કાકાનો દિકરો ભાઇ આદીલ ઘરે આવ્યો હતો. અને એક્ટિવાની માંગણી કરી હતી. ફરિયાદી મહિલાએ એક્ટિવાની ના કહેતા આરોપી ઉસ્કેરાઇ ગયો હતો. અને ફરિયાદી બહેનને ધોકાથી માર મારીને તેણીના ગળામાં પહેરેલી સોનાની ચેઇન અને એક્ટિવા લઇ નાસી ગયો હતો. જ્યારે પ્રતિ ફરિયાદમાં અબ્દુલ નૂરમામદ અજડીયાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમનો દિકરો આદીલ ઘરે આવી રહ્યો હતો.

ત્યારે જત હોટલ પાસે સંજોગનરમાં અમારી ભાણેજીને કેમ માર માર્યો કહીને આરોપી ઇમ્તિયાઝ રમજુ ચંગલે વાંસાના ભાગે છરીનો વાર કરી ઇજા પહોંચાડી હતી. જ્યારે ફિરોઝ રમજુ ચંગલ અને નજીર સલીમ સાંધ બન્ને જણાઓએ ધોકાથી માર મારી ઇજા કરી હતી. એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કુકમામાં યુવાન પર પથ્થર, છરીથી હુમલો
કુકમા ગામે શાકમાર્કેટમાં બાઇક આપવાની ના કહેવા મુદે વિનોદ બાબુ દેવીપુજક (ઉ.વ.25) પર રાજુ પોપટભાઇ દેવીકપુજકે પથ્થર અને છરીથી માર મારી ઇજા પહોંચાડતાં ઘાયલ જી.કે.માં દાખલ થયો હતો. અને પોલીસ ચોકીમાં ઘટના અંગે ઘાયલ યુવાનની સાસુએ એમએલસી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...