તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓમાં ફફડાટ:મોથાળામાં એક સાથે 4 દુકાનના તાળા તોડી પરચૂરણની ઉઠાંતરી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો

અબડાસા તાલુકાના મોથાળા ગામે બસ સ્ટેશન પર આવેલી ચાર દુકાનોમાં ગુરૂવારની મધ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનોના શટરનું લોકો તોડીને અંદરથી 2,800નું પરચુરણ ચોરી ગયા હતા. એક સાથે ચાર દુકાનોમાં ચોરીના બનાવથી ગામમાં વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

એક તરફ કોરોનની મહામારી જજુમતા લોકો રોજગાર વેપાર મેળવા મથી રહ્યા છે તો બીજી તરફ તસ્કરોને મોકુળું મેદાન મળી ગયું હોય બે ખોફ ચોરીને અંજામ આપી રહયા છે. અબડાસા તાલુકાના મોથાળા ગામે એક સાથે ચાર દુકાનોના શટરના તાળા તોડીને તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે.

બસ સ્ટેશન પર આવેલી સદગુરૂ જનરલ સ્ટોર નામની દુકાનનું શટર તોડીને ગલ્લામાંથી રૂપિયા 500, તેમજ બાજુમાં શૈયદ મોબાઇલ નામની દુકાનમાં દાનપેટીમાંથી રૂપિયા 300 તેમજ હરીઓમ પ્રોવિઝન સ્ટોરમાંથી કાઉન્ટરના ખાનામાંથી રૂપિયા 2 હજાર મળીને કુલ 2,800 રૂપિયાના ચરપુરણની ચોરી કરી ગયા હતા. જ્યારે ઓધવરામ મ્યુઝિકની દુકાનના શટરના તાળા તોડ્યો હતા પરંતુ કઇ ચોરાયું ન હતું. બનાવ સંદર્ભે અબડાસાના પેથાપર ગામે રહેતા ભૂરૂભા પીરદાનસિંહ સોઢાએ નલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ વી.બી.ઝાલાએ સ્થળ પર જઇને તસ્કરોનો તાગ મેળવા સહિતની તેજ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...