તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંજારથી કુકમા તરફ આવતી નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે પરોઢે થયેલા લીકેજની આજ બપોરે સુધી મરંમત ચાલશે

સમગ્ર કચ્છ સાથે ભુજ શહેરને પણ નર્મદાના પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ, અંજારથી કુકમા તરફ આવતી નર્મદાની મુખ્ય લાઈનમાં સોમવારે પરોઢથી ભંગાળ સર્જાયો છે. જેની આજ બપોર સુધી મરંમત કામગીરી ચાલશે, જેથી ભુજ નગરપાલિકા દ્વારા 1 દિવસ વિતરણ વ્યવસ્થા ઠેલાશે.

જી.ડબ્લ્યુ.આઈ.એલ. એટલે કે, ગુજરાત વોટર ઈન્ફાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને નર્મદાના પાણી પૂરા પાડવામાં આવે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા સમગ્ર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ, ભુજ શહેરને નળ વાટે પૂરું પાડવા નગરપાલિકાને જવાબદારી સોંપાઈ છે. ભુજ નગરપાલિકા પાસે આખા શહેરને પીવાનું પાણી પૂરું પાડી શકાય એટલા બોર નથી, જેથી નર્મદા જળ આધારિત છે.

જોકે, અલગ અલગ સ્થળે વિશાળ અંડર ગ્રાઉન્ટ અને ઓવર હેડ ટેન્કમાં એક બે દિવસ પૂરતું પાણી સંગ્રહી શકે છે. પરંતુ, સતત દોઢ દિવસ સુધી નર્મદાના પાણી મળવાના નથી, જેથી સંગ્રહશક્તિ અનુસાર વિતરણ કરશે. પરંતુ, આમ છતાં વિતરણ વ્યવસ્થા એક દિવસ ઠેલાઈ જશે. એવું કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...