• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Break Near Shikarpur In Main Pipeline Supplying Drinking Water To Kutch, More Than 50 Feet High Flying Water Fountains

લાખો લીટર પાણીનો વેડફાટ:કચ્છને પીવાનું પાણી પુરૂં પાડતી મુખ્ય પાઈપ લાઈનમાં શિકારપુર પાસે ભંગાણ, 50 ફૂટથી વધુ ઊંચા ઉડ્યા પાણીના ફુવારા

ભુજ6 દિવસ પહેલા
  • GWILની મુખ્ય પાણીની પાઇપ લાઈનમાં મધ્યરાત્રીએ કોઈ કારણોસર ભંગાણ સર્જાયું
  • માળીયા પાસે કચ્છ નર્મદા બ્રાંચમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો

કચ્છ જિલ્લાને નર્મદાનું પીવાનું પાણી પહોંચાડતી GWILની મુખ્ય પાણીની પાઇપ લાઈનમાં શિકારપુર પાસે મધ્યરાત્રીએ કોઈ કારણોસર ભંગાણ સર્જાયું હતું. જેના પગલે 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા હવામાં ઉડતા જોવા મળ્યા હતા. તેમજ પાઈપલાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાયું છે. જોકે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ માટે માળીયા તરફના સંપ હાઉસથી આવતો પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જેની સીધી અસર જિલ્લામાં પડી શકે છે.

જિલ્લામાં પીવાનું પાણી જેના દ્વારા આવે છે એ GWIL( ગુજરાત વોટર સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ)ની મુખ્ય પાણીની પાઇપ લાઈનમાં શનિવારે મોડી રાત્રે કોઈ કારણોસર ભંગાળ સર્જાયું હતું. આ ભંગાણથી હવામાં 50 ફૂટ સુધી પાણીના ફુવારા આજે સવાર સુધી ઉડતા જોવા મળ્યાં હતા. સંબધિત તંત્રને જાણ થતાં જ એક ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ ભંગાણ ભચાઉ તાલુકાના શિકારપુરની આલ્ફા હોટેલ સામેના તરફે પસાર થતી લાઈનમાં સર્જાયું છે, જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું હતું. આસપાસના વિસ્તારમાં પાણીની નદી વહેતી હોય એવા દશ્યો દ્રશ્યો જોવા મળ્યા હતા. ૉ

અન્ય સમાચારો પણ છે...