ફેરફારની શક્યતા:નગરપાલિકામાં બ્રાન્ચ હેડ બદલાશે-ઈજનેર છૂટા કરાશે

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી સમિતિની બેઠક બોલાવી મોટા ફેરફારની શક્યતા

ભુજ નગરપાલિકામાં છેલ્લા પંદરેક દિવસથી પદાધિકારીઅો અને બ્રાન્ચ હેડ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેમાં તાજેતરમાં જ જન્મ, મરણ અને લગ્ન નોંધણી શાખાના કર્મચારી ઉપર હુમલાની ઘટના પણ બની હતી. અે પહેલા બ્રાન્ચ હેડને બદલવાની દરખાસ્તો મૂકાઈ હતી, જેથી નજીકના સમયમાં કારોબારી સમિતિની બેઠક બોલાવીને મોટા ફેરફાર થાય અેવી શક્યતા જોવાઈ રહી છે. લાંબા સમયથી કેટલાક કર્મચારીઅો અને ઈજનેરને પાણિચું અાપવાની વાતો ચાલી રહી છે. પરંતુ, વગદારોની ભલામણોને કારણે મુદ્દત ઉપર મુદ્દત પડી રહી છે.

પરંતુ, જન્મ, મરણ અને લગ્ન નોંધણી શાખામાં બ્રાન્ચ હેડ અને પદાધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન 24 જેટલા નગરસેવકોઅે જિલ્લા ભાજપ કાર્યાલયમાં બ્રાન્ચ હેડો બદલવા રજુઅાત કરી હતી. જેના પગલે નજીકના સમયમાં કારોબારી સમિતિની બેઠક બોલાવીને પદાધિકારીઅોને ન ગણકારતા કેટલાક બ્રાન્ચ હેડોને બદલવાના નિર્ણય લેવા તખતો ઘડાઈ રહ્યો છે. સાથો સાથે કેટલાક મોટા ધડાકા ભડાકા થાય અેવી પણ અટકળો ચાલી રહી છે. સૂત્રોનું માનીઅે તો ભલામણોથી ગોઠવાયેલા કર્મચારીઅોને છૂટા કરાય અેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...