ક્રાઇમ:બોર્ડર રેન્જની ટીમનો રાધનપુર પાસે બેઝઓઇલ પંપ પર દરોડો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 16.50 લાખ રૂપીયાનો 30 હજાર લીટર જથ્થો કબજે કર્યો

સરહદી રેન્જની રેપીડ રીસપોન્સ સેલની ટીમે રાધનપુર પાસે બેજ ઓઇલના પંપ પર દરોડો પાડી વગર પરમીટ-મંજુરીએ વેંચાતા ડીઝલનો 30 હજાર લીટરનો 16.50 લાખનો જથ્થો પકડી પાડયો હતો. સેમ્પલ લઇ જિલ્લા પુરવઠા અધિકારીને બોલાવી જથ્થો સીઝ કરવા કાર્યવાહી આદરી હતી. આર. આર. સેલની ટીમ પેટ્રોલીંગ દરમિયાન રાધનપુર પાસે રાકેશભાઇ વેલાભાઇ ચૌધરી પોતાના પંપ પર બેઈજ ઓઇલનું વગર પરમીટે વેચાણ કરતા હોવાનું જણાતા દરોડો પાડતા એક ડિસ્પેન્સરી યુનીટ બે નોઝલવાળુ, લોખંડનો 35 હજાર લીટરનો ટાંકો જેમાં 30 હજાર લીટર બેઈઝ ઓઇલ (કિંમત 16,50,000)નો જથ્થો પકડી પાડયો હતો. જિલ્લા પુરવઠા અધિકારીને બોલાવી પેટ્રોલીયમ પદાર્થનો સેમ્પલ લેવડાવી જથ્થો સીઝ કરવા માટે મામલતદારને જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...