તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગરોએ અપનાવ્યો નવો કિમીયો:સાતમ-આઠમ માટે બુટલેગરોની ખાસ સ્કિમ ,ઘર બેઠા મેળવો શરાબ-બિયર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોટસ કોલોની-ગણેશ નગરમાં રહેતા બુટલેગરોએ અપનાવ્યો નવો કિમીયો
  • બ્લેક કલરની સ્કુટીમાં પંટરીયાઓ એક-એક બોટલ છેક ઘરે પહોંચાડી જાય

રજાના દિવસોમાં શરાબના પ્યાસીઅો માટે ભુજના બુટલેગરો ખાસ સ્કિમ અપનાવી છે. સાતમ-અાઠમની રજામાં ખાસ સુવિધા ભુજના લોટસ કોલોની અને ગણેશ નગરમાં બુટલેગરોઅે ગ્રાહકોને અાપી છે. ઘર બેઠા જ ગ્રાહકને બુટલેગરના પંટરીયા બ્લેક કલરની સ્કુટીમાં અેક અેક બોટલ છેક ઘર સુધી પહોંચાડી જાય છે.

કારમાં કે ઘરમાં જથ્થો રાખીને શરાબ વેંચવો તે રિસ્કી થઇ જાય છે, તો ગ્રાહકો પણ દારૂ લેવા માટે ગયા બાદ રસ્તામાં કયાંક પકડાઇ જવાની બીક રહે છે. ભુજની લોટસ કોલોનીમાં રહેતા અેક કુખ્યાત બુટલેગર તેમજ ગણેશનગર વિસ્તારમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા યુવાને અેક નવો કિમીયો અપનાવ્યો છે. અા બુટલેગરોઅે નવા નવા પંટરીયાઅો વસાવ્યા છે.

બુટલેગર શરાબની ડિલીવરી અાપવા જાય તો પોલીસ પકડનો ડર રહે છે પણ બુટલેગરના પંટરીયાને તો પોલીસ અોળખી ન શકે જેથી અા બુટલેગરો અેક-અેક બોટલ બ્લેક કલરની સ્કુટીની ડીકીમાં નખાવી ગ્રાહકને ઘર સુધી પહોંચાડતા થયા છે.

બુટલેગર અોળખાઇ જાય પણ પંટરીયાને કોણ અોળખે
ભુજના બુટલેગરો રહીશ ફિલ્મ જેવો તાલ સર્જયો છે, હિન્દી મુવીમાં નાના બાળકો સ્કુલ બેગમાં શરાબની બોટલ લઇ પોલીસની ચેકિંગ વચ્ચેથી નિકળી જતા હોય છે. અા બંને બુટલેગરોઅે પણ અાવો જ કિમીયો અપનાવ્યો છે. મિત્ર-વર્તુળમાં રહેલા છોકરાઅોને સ્કુટી અાપીને લોકેશન અાપી દેવાય છે જે ગ્રાહક સુધી શરાબ પહોંચાડી અાવે છે. બુટલેગર ખુદ ડિલીવરી અાપવા માટે જાય તો પોલીસની વોચ રહે પણ નવા નવા છોકરાઅો ડિલીવરી અાપવા અલગ અલગ ગ્રાહકને જાય તો પકડાવાનો ડર રહેતો નથી.

અન્ય સમાચારો પણ છે...