તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પાંચ પોલીસ કર્મચારીઓની નોકરીનો ભોગ લેનારા કેરાના 4 લાખના દારૂ ના કેસમાં બુટલેગરના જામીન ના મંજૂર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત મહિને તાલુકાના કુંદનપર અને દહિંસરા વચ્ચે જથ્થો પકડાયો હતો

ભુજ તાલુકાના કુન્દનપર અને દહિસરા વચ્ચેની વાડી પાસેથી 4 લાખના દારૂના કેસમાં પકડાયેલા કેરા ગામના બુટલેગરની રેગયુલર જામીન અરજી અદાલતે ના મંજુર કરી હતી. ગત 28મીના રાત્રે એલસીબીએ બાતમીના આધારે કુન્દનપર અને દહિસરા વચ્ચે વાડી બાજુ જતા કાચા રોડ પર દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન 4,041,00ની કિંમતના દારૂના જથ્થા સાથે કેરા ખાતે ગજોડ રોડ પર રહેતા આરોપી અનોપસિંહ અભેસિંહ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે કેરાના ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા અને કાનો નામના બે શખ્સ દરોડા દરમિ્યાન હાજર મળી આવ્યા ન હતા.

ત્રણેય આરોપીઓ વિરૂધ માનકુવા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આરોપી અનોપસિંહ રાઠોડે ભુજની અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જિલ્લા ન્યાયધીશ આઇ. ડી.પટેલે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી ના મંજુર કરી હતી. આ સુનાવણીમાં સરકાર વતી ખાસ નિયુક્ત સ્પેશીયલ પી.પી. મનોજભાઇ એમ.પટેલે હાજર રહી દલીલો કરી હતી. અત્રે ઉલેદનીય છે કે, આ દરોડા બાદ માનકુવાના પાંચ પોલીસ કર્મચારીઓને બદરકારી બદલ એસપીએ સસ્પેન્ડ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો