તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભચાઉમાં ખોટા આધારકાર્ડ બનાવી અપાતા હોવાની બૂમ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભચાઉમાં રૂપિયા લઇ ભારતીય નાગરિકની ઓળખ સમાન બોગસ આધારકાર્ડ બનાવી અપાતા હોવાની રાવ ઉઠી છે. શહેરમાં વિવિધ જગ્યાએ આધારકાર્ડ બનાવતા કર્મચારીઓ દ્વારા રૂપિયા લઇ આધારકાર્ડમાં ફેરફારો કરી, ખોટા આધારકાર્ડ બનાવી આપવામાં આવે છે. શહેરમાં હાલે સાત જગ્યાએ આધારકાર્ડની કામગીરી ચાલુ છે ત્યારે ગરીબ માણસોને આધારકાર્ડ બનાવવા માટે ધરમના ધક્કા થાય છે. તો વળી ખોટા માણસો રૂપિયા આપીને પોતાનું મનગમતું આધારકાર્ડ બનાવી જાય છે. કચ્છ જેવા સીમાવર્તી જિલ્લામાં આવી કામગીરી ખતરારૂપ સાબિત થશે. આ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ પગલા ભરાતા ન હોવાનો આક્ષેપ ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો