ઠંડીનો ચમકારો:રાજ્યમાં સૌથી વધુ ઠંડી ધરાવતા નલિયામાં ગરમ વસ્ત્રોની ખરીદીમાં તેજી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે નલિયાનું તાપમાન 11.8, ભુજનું 18.6 અને કંડલાનું 17 ડીગ્રી

શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીની અસર સમગ્ર કચ્છમાં વર્તાઈ રહી છે. જેમાં સરહદી નલિયા ગઈકાલે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. એવા સિત મથક નલિયામાં શિયાળાની ઠંડીથી બચબા લોકોએ ઘરમાં રહેલા ગરમ વસ્ત્રો બહાર કાઢી પરિધાન કરી લીધા છે અને કંબલ, સાલ, જેકેટ સહિતની ગરમ વસ્તુઓની ખરીદી પણ શરૂ કરી દીધી છે.

શિયાળાની શરૂઆત સાથે સમગ્ર જિલ્લામાં ગરમ વસ્ત્રોની બજારો સજી રહી છે. ભુજના બજારોમાં અને જ્યુબિલી સર્કલ નજીક મુન્દ્રા રોડ પર નેપાળી બજાર શરૂ થઈ ચૂકી છે તો ગાંધીધામ ખાતે પણ ગરમ વસ્ત્રોની બજાર ઉભી થઇ છે. જ્યાં હાલ સામાન્ય ગ્રાહકી જોવા મળી રહ્યાનું જાણવા મળ્યું હતું. જોકે, નલિયામાં ગરમ વસ્તુઓની ખરીદીમાં અત્યારથીજ તેજી જોવા મળી રહ્યાનું રમેશભાઈ ભાનુશાળીએ કહ્યું હતું

અન્ય સમાચારો પણ છે...