તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ભુજ મઘ્યે ‘અસ્તિત્વનો અહેસાસ' અને ‘અમીબિંદુ' પુસ્તકનું વિમોચન કરાયું

ભૂજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવાર તા. 26મી નાં, છઠ્ઠીબારી મહિલા મંડળ, ભૂજ ખાતે વાર્તા વિહાર અને કાવ્ય નિરઝરીના નેજા હેઠળ, પુષ્પાબેનવૈધ અને રમીલાબેન મહેતાના ‘અમીબિંદુ’ અને ‘અસ્તિત્વનો અહેસાસ’ પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય કર્યું હતું અને ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંત્રી રુપલ મહેતાએ અને મુખ્ય મહેમાન કિર્તીભાઈ ખત્રી, અતિથિવિશેષ રજનીભાઈ પટેલ, ગૌતમભાઈ જોષી તથા મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન વૈદ્યનું સ્વાગત શાલ, પુષ્પ અને મોમેન્ટ આપી સંસ્થાના હોદેદાર અને સભ્યોએ કર્યુ હતું.

પુસ્તક વિમોચન પ્રસંગે મંચસથ મહેમાનો અને વાર્તા વિહાર અને કાવ્ય નિર્જરીના સભ્ય જોડાયા હતા. સર્જક પરિચય અરુણા ઠક્કરે આપ્યો હતો. રજનીભાઈ પટેલે રમીલાબેનનું લેખન સમાજમાં બનતી ધટનાઓનો આઈનો છે એવુ જણાવી સર્જકની લાંબી લેખન સફરને બિરદાવી. ‘અસ્તિત્વનો અહેસાસ’ પુસ્તિકા એ ‘કંકાવટી’ કટાર કે જે 1982 થી 1997 સુધી સતત સત્તર વર્ષ સુધી લખાઈ હતી એનો નિચોડ છે.

કચ્છના વરિષ્ઠ પત્રકાર કિર્તીભાઈ ખત્રી એ વિમોચીત પુસ્તક વિશે કહ્યું કે, અસ્તિત્વનો અહેસાસ એટલે નારી ચેતના અને સમાજ પ્રત્યેની નિસબત પુષ્પાબેનવૈધ 85 વર્ષની જૈફ વયે સક્રીય રહી વાર્તા સંગ્રહ પ્રસિધ્ધ કરે છે, એ અભિનંદનને પાત્ર છે.

અતિથિ તરીકે ઉપસ્થિત ગૌતમ જોષીએ પણ પોતાની લાગણી કાવ્ય સ્વરુપે રજૂ કરી હતી. બંને મહિલા સર્જકોએ પ્રતિભાવમાં ઘરપરિવારનો સાથ સહકાર અને વાચકોની લાગણી લેખનના પ્રેરક બન્યા હોવાનુ જણાવી દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. લાલજીભાઈ મેવાડા, ઝવેરીલાલ સોનેજી, દિલીપ આચાર્ય, કમલભાઈ ભટ્ટ, ડૉ. પૂર્વી ગોસ્વામી, વિ.નું સ્વાગત, કમલા ઠક્કર, ધરતી શર્મા, પ્રતિમા સોનપાર, ખુશ્બુ સરવૈયાએ કર્યુ હતું.

પૂજન જાની, મનન ઠક્કર, ઈલા વૈષ્ણવ, પ્રેમજીભાઈ વિ. કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. ભાવનગરથી હરિશ મહુઆકર, બેંગલોરથી કિશોરભાઈ વ્યાસ, મુંબઈથી મુકિતદા ઓઝા, પ્રિતી કોઠી અને માંડવીથી વસંતબેન સાયલ, અપર્ણાબેન વ્યાસ વિ. એ શુભેરછા સંદેશ પાઠવેલ.. સંચાલન કાજલ ઠક્કરે અને આભારવિધિ મોનાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...