કામગીરી:ભુજ-માધાપર ક્રિકેટ સટ્ટા કેસમાં બુકી ફરાર, માંડવીના કેસમાં યુવક પકડાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલ.સી.બી.એ માધાપરમાંથી પાંચ અને ભુજમાંથી એક યુવકને પકડયો હતો

અેક માસ પૂર્વે માંડવીમાં ક્રિકેટ મેચ પર મોબાઇલમાં સટ્ટો રમતો યુવક પકડાયો હતો જેને માસ્ટર અાઇડી ભુજના બુકીઅે અાપી હતી, સપ્તાહ પૂર્વે માધાપરમાંથી અેલસીબીઅે પાંચ શખ્સોને સટ્ટો રમતા પકડયા હતા તો બે દિવસ પૂર્વે ભુજમાંથી અેક યુવકને સટ્ટો રમતા પકડયો હતો જે બંને કેસમાં પણ બુકીના નામ ખુલ્યા હતા. માંડવીના કેસમાં બુકીઅે ઇન્સ્ટાગ્રામ પરથી સટ્ટો રમવા માટે અાઇ.ડી. અાપી હતી જયારે ભુજ અને માધાપરના કેસમાં બુકી ફરાર છે.

12 માર્ચના માંડવી પોલીસે ક્રિષ્ના હોટેલ પાછળ મોબાઇલ સટ્ટો રમતા હિંમતસિંહ ધરમસિંહ ગુરખા (રહે. માંડવી)વાળાને દબોચી લીધો હતો જેને ભુજના ફીરોજ જુણેજા નામના બુકીઅે અાઇ.ડી. અાપી હતી. માંડવી પોલીસના તપાસનીશ દેવરાજ ગઢવીઅે જણાવ્યું હતું કે, બુકીની અટકાયત કરી લેવાઇ છે અને તેણે ઇન્સ્ટાગ્રામ પરથી સટ્ટો રમવા માટે અાઇ.ડી. ગ્રાહક હિંમત ગુરખાને અાપી હતી.

બીજી તરફ ગત સપ્તાહે માધાપરના કોમ્પલેક્સની અોફીસમાં ક્રિકેટ સટ્ટો રમતા પાંચ યુવક પકડાયા હતા જેમને ભુજના તેજ ઠક્કરે અાઇ.ડી. અાપી હતી જેની ધરપકડ હજુ કરાઇ નથી. બીજી તરફ ધવલ કોર્મશીયલ સેન્ટરના પ્રથમ માળે અોફીસમાં બેસી યુવક સટ્ટો રમાડી રહ્યો છે જે બનાવમાં કાૈશિક નામના બુકીનું નામ ખુલ્યું હતું જે મુંબઇનો હોવાથી તેની પણ ધરપકડ થઇ નથી. નોંધનીય છે કે, પશ્ચિમ કચ્છની મોટાભાગની પોલીસ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં રોકાયેલી છે.

ક્રિકેટ સટ્ટામાં મોટા બુકીનું નામ ખુલવાની વકી
ધવલ કોમર્શીયલ સેન્ટરમાં હર્ષ ઠક્કર સટ્ટો રમતા પકડાયો હતો તે બેથી ત્રણ બુકીઅો પાસે કટિંગ કરાવતો હતો. મુંબઇના અેક બુકીનું નામ ખુલ્યું છે પણ તપાસમાં ભુજના ક્રિકેટ જગતના અેક મોટા બુકીનું નામ ખુલવાની વકી છે અને તેની સાથે દસથી બાર લાખ રૂપિયાની લેતીદેતી હોવાનું પણ સુત્રોઅે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...