પશ્ચિમ કચ્છ અેલ.સી.બી.ની ટીમ સંસ્કાર સ્કુલ પાસે ખાનગી પેટ્રોલિંગ વેળાઅે અેક બોલેરો કેમ્પરને ઉભી રાખવાનો ઇશારો કરતા તે નાસવા લાગ્યો હતો જેથી અેરપોર્ટ ચાર રસ્તા નજીક પોલીસ લાઇન પાસે રોકાવી લીધી હતી. બોલેરોમાંથી 60 હજારનો શરાબનો જથ્થો મળી અાવ્યો હતો. જે જથ્થો પૂર્વ કચ્છના ભચાઉના અેક બૂટલેગર પાસેથી લઇ માધાપર વેંચાણ માટે લઇ જતો હોવાની કેફીયત અાપી હતી. પોલીસે બોલેરો અને શરાબનો જથ્થો મળી કુલ 2,65,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપરમાં રહેતો યોગેશગીરી ઉર્ફે યોગલો પ્રતાપગીરી ગોસ્વામી સેવનસ્કાય માર્ગેથી માધાપર તરફ બોલેરોમાં શરાબનો જથ્થો લઇને જવાનો છે તેવી બાતમી અાધારે અેલસીબીની ટીમ વોચમાં હતી દરમિયાન સંસ્કાર સ્કુલ ચાર રસ્તા પાસે બોલેરોને ઉભી રાખવાનો ઇશારો કરતા નાસવા લાગ્યો હતો, અેરપોર્ટ ચાર રસ્તા નજીક તેને અાંતરી લઇ ચેક કરતા તેમાંથી વ્હિસ્કીની 770 અેમઅેલની 60 બોટલ કિંમત 31,000 અને વોટકાની બોટલ 84 કિંમત 29400 મળી કુલ 60,600નો શરાબનો જથ્થો મળી અાવ્યો હતો, જે જથ્થા અંગે યોગેશની પુછપરછ કરતા ભચાઉના રામવાવના ક્રિપાલસિહ જાડેજા પાસેથી લીધો હોવાની કેફીયત અાપી હતી.
પોલીસે શરાબ તેમજ બોલેરો કિંમત 2 લાખ અને અેક મોબાઇલ કિંમત 5 હજાર મળી 2,65,600નો મુદ્દામાલ કબજે કરી બંને સામે અે ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ભચાઉના રામવાવનો ક્રિપાલસિંહ જાડેજા હાજર મળી ન અાવતા તેને શોધવા માટે ચક્રોગતીમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.