તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ-ભચાઉ હાઇવે પર ધાણેટી ગામ પાસે ટ્રેઇલર અને આરટીઓની બોલેરો જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બોલેરો જીપનો ખુડદો બોલી ગયો હતો. જીપ ચાલક મહિપત સિંહ ઇન્દુભા રાણાનું સારવાર પૂર્વે સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે આરટીઓના ઇન્સ્પેકટર એન.ડી.પટેલને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારે સવારે ભુજ થી કનૈયાબે તરફ જઈ રહેલી આર.ટી.ઓ ની બોલેરો કાર નંબર જી.જે.18 .જીબી.8824 માં આરટીઓ કચેરીના ઇન્સ્પેકટર નવિનભાઇ દેવજીભાઇ પટેલ (ઉ.વર્ષ.35) સાથે ડ્રાઇવર મહિપતસિંહ આઈ.રાણા (ઉ.વર્ષ.30) ચેકીંગમાં જઈ રહ્યા હતા તે સમયે ભચાઉથી ભુજ તરફ આવી રહેલા ટ્રેલર નંબર જી.જે.12.બીડબ્લ્યુ.1473 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા સમયે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહિપાલસિંહ રાણાએ સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. અને ગંભીર રીતે ઘવાયેલા આરટીઓ ઇન્સ્પેકટર એ.ડી.પટેલને સારવાર અર્થે ભુજની લેવા પટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા આરટીઓ અધિકારી સાથે સ્ટાફ અને એજન્ટો તેમજ પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં ટ્રેઇલરના પાછળના ભાગે આરટીઓની જીપ ટકરાતાં જીપના આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. દુર્ઘટનાની આગળની તપાસ પધ્ધર પોલીસે હાથ ધરી છે.
ટ્રેઇલરનું પાસિંગ 5 દિ પૂર્વે જ સમાપ્ત
ધાણેટી નજીક બુધવારે સવારે આરટીઓના સરકારી વાહન અને જીજે 12 બીડબ્લ્યુ 1473 નંબરના ટ્રેઇલર વચ્ચે અકસ્માત થયો હતો. આરટીઓ ઇન્સ્પેકટરને માઇનર હેમરેજ થયું હતું તો ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. પાર્થ ટ્રાન્સપોર્ટ કંપનીના આ ટ્રેઇલરનું પાસિંગ પાંચેક દિવસ પૂર્વે 6 મેના સમાપ્ત થયું છે. લોકડાઉનમાં સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન મુજબ જુન માસ સુધી પાસિંગ, વીમા, પીયુસી, લાઇસન્સ રીન્યુ વગર વાહન ચલાવી શકાશે.
પાસિંગ ન હોય તો વીમા કંપનીના કલેઇમમાં ધાંધીયા
અકસ્માત બાદ વીમાનો કલેઇમ કરવામાં આવે ત્યારે અસલ કાગળો રજુ કરવાના હોય છે. જેમ કે ડ્રાઇવરનું લાઇસન્સ, વાહનનું વીમો, પાસિંગ, પરમીટ અને પીયુસી અકસ્માતના દિવસે ચાલુ હોવા જોઇએ. ટ્રેઇલરનું પાસિંગ પુર્ણ થઇ ગઇ હોવાથી વીમા કંપની કલેઇમમાં ધાંધીયા કરે તો નવાઇની વાત નહી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.