આદેશ:8 હોર્સ પાવર નીચેની બોટોને 3 દિ’ની જ માછીમારીની મંજૂરી

જખાૈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ફિશરીઝ ગાર્ડોને અાદેશ કરાયો

કચ્છમાં 8 હોર્સ પાવરની અને તેના નીચેની બોટોને 3 દિવસની જ માછીમારીની પરવાનગી અપાશે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા તમામ ફિશરીઝ ગાર્ડોને અાદેશ કરાયો છે.

ભુજ સ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ આદેશ નો અમલવારી કરવા તમામ ફિશરીઝ ગાર્ડોને જાણ કરવામાં આવી છે. જિલ્લાની 8 હો.પા.ની અને તેના નીચેની એફ.આર.પી.ઓ.બી.એમ. બોટોને માછીમારીની પરવાનગી હવે ખાલી 3 દિવસની જ આપવામાં આવશે. અને જો કોઈ બોટ માલિકોઅે જૂની બોટ ખરીદેલી હોય અથવા વારસાઈથી મળેલી હોય તેવા બોટ માલિકો વીઆરસીમાં નામ ટ્રાન્સફર કરેલ ન હોય તેમ બોટ અોફલાઇન લાઇસન્સ ધરાવતી હોય તો તેવી બોટોને માછીમારીની પરવાનગી આપવાની મનાઈ ફરવામાં આવી છે.

આ સૂચનાની અમલવારી કરવા જે તે મત્સ્ય કેન્દ્રના ગાર્ડ દ્વારા તાત્કાલિક અસરથી અમલવારી કરવાની રહેશે તેવી તાકીદ પણ કરાઇ છે. અા અમલવારીને ગંભીરતાને ધ્યાને લીધા વગર માછીમારી લાઇસન્સ પૂર્ણ થયા હશે અને પરવાનગી આપવામાં આવેલ હશે તેવા ગાર્ડની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...