શરૂઆત:કચ્છમાં હજુ વાવેતર બાકી પણ ભુજમાં કાળી શેરડી આવી

કચ્છ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં અામ તો પટેલ ચોવીસીના ગામોમાં દિવાળી બાદ ગણેશજીની સ્થાપના સાથે શેરડીનું વાવેતર થતું હોય છે. ખાસ કરી માધાપર, ગઢશીશા, માંડવી, નખત્રાણા, અંજાર સહિતના વિસ્તારોમાં શેરડી વવાય છે. જોકે, જિલ્લા ખેતીવાડી કચેરીના 19મી નવેમ્બર સુધીના રિપોર્ટમાં હજુ સુધી શેરડીનું વાવેતર શૂન્ય છે.

પરંતુ, મૂળ કર્ણાટકની કાળી શેરડી હવે મૈસુરથી ટ્રકો ભરી કચ્છમાં ઠલવાઈ રહી છે. કેમ કે, પટેલ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શેરડીના રસને સાંઠામાંથી ચૂંસીને ખૂબ પીવાય છે. શિયાળામાં શેરડીના સાંઠાને દાંતોથી છોલી રસ ચૂંસવાની મજા જ કંઈક અોર છે. અેટલું જ નહીં પણ 14મી જાન્યુઅારીઅે મકરસંક્રાંતિના દિવસે પણ દાનપુણ્યમાં શેરડીના સાંઠા અપાય છે. ભુજમાં હમીરસર તળાવની સામે ચાર રસ્તે કાળી શેરડીની જાણ છૂટક માર્કેટ લાગી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...