હુકુમ:ગાંજા કેસમાં ભાજપનો યુવા મંત્રી અેક દિવસના રિમાન્ડ પર

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેબીનમાંથી ગાંજો પકડાયા બાદ વધુ અેક નામ ખુલ્યું

ગત 24મી તારીખે શહેરના અેરોપ્લેન સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જતા માર્ગ પર અેસઅોજીઅે અડધો કિલો ગાંજાના જથ્થા સાથે અેક શખ્સને પકડયો હતો, જે જથ્થો ભુજ શહેર ભાજપના યુવા મંત્રીઅે વેંચાણ માટે અાપ્યો હોવાની કેફીયત અાપતા 15 દિવસે પોલીસે તેની ધરપકડ કરી હતી. બુધવારે રાતે તેની અટક કર્યા બાદ ગુરુવારે રિમાન્ડ માંગણી સાથે રજૂ કરતા અેક દિવસના રિમાન્ડ પોલીસને મળ્યા છે. અા જથ્થો તેણે મુળ ભચાઉના અને હાલ ગાંધીધામ રહેતા શખ્સ પાસેથી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માર્ગ પર ચા-બીડીની કેબીન પર ગાંજાનો વેંચાણ કરતો હર્ષદ ઉર્ફે ચીનો જેન્તીલાલ રાઠોડ (રહે. મુળ સુરેન્દ્રનગર હાલ રઘુવંશી નગર, ભુજ)વાળો પકડાયો હતો. તેની પાસેથી અડધો કિલો ગાંજાનો જથ્થો કબજે કરી પુછપરછ કરતા અા જથ્થો મહાદેવ ભારથી જયેશ ભારથી (રહે. કેમ્પ અેરીયા, ભુજ)વાળાઅે વેંચાણ અર્થે અાપ્યો હોવાની કેફીયત અાપી હતી.

બુધવારે રાત્રે પોલીસે ભાજપ શહેર યુવા મંત્રી મહાદેવની અટકાયત કરી ગુરુવારે તેને કોર્ટમાં રિમાન્ડ માંગણી સાથે રજૂ કર્યો હતો. કોર્ટે અેક દિવસના રિમાન્ડ મંજૂર કરતા અા યુવા રાજકારણીને જથ્થો અાપનાર શખ્સનું નામ ખુલશે તેવી સંભાવના સેવાઇ રહી છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, મહાદેવને અા જથ્થો મુળ ભચાઉના અને હાલે ગાંધીધામ રહી ગાંજાનો વેપલો કરતા અેક શખ્સે અાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...