તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીમાં નિયમો ભૂલાયા:ભુજમાં ચૂંટણીના ઉત્સાહમાં આવી ભાજપના કાર્યકરોએ કોરોના ગાઇડ લાઇનના ઉડાવ્યા ધજાગરા

ભુજ23 દિવસ પહેલા
 • કચ્છ કલેકટર કચેરી ખાતે ન માસ્ક કે ન સોશિયલ ડિસ્ટન્સ
 • ભાજપ સરકારની ગાઇડ લાઇન ભાજપના જ કાર્યકરોએ ન અનુસરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ ન. એક થી છના ઉમેદવારોએ પોતાના સહયોગીઓ સાથે આજે શનિવારે કલેકટર કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ટિકિટ મળવાની અને ઉમેદવારી નોંધાવવાની ખુશીમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરો કોરોનાને ભુલી ગયા હતા.

કહે છે કે, "ચૂંટણી આવે એટલે કોરોના રજા ઉપર જતો રહેશે" એ વાત અહીંયાં પુરવાર સાબિત થાય છે. નિયમો માત્ર સામાન્ય જનતા માટે હોય છે. કોઇ નેતા કે પક્ષો માટે નથી હોતા. ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા આવેલા ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી અને માસ્ક ન પહેરી કોરોના ગાઇડ લાઇનનું ઉલ્લઘન કર્યું હતું.

ઉમેદવારી નોંધાવવા આવેલા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ભારત માતાકી જયના નારા પોકાર્યા હતા, પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભુલી ગયા હતા. ત્યારે કહી શકાય કે, નારા ભલે ભારત માતાકી જયના લગાવ્યા પણ, આમાં ભારતની જય થવી મુશ્કેલ છે. કારણ કે, હાલ વિશાળ કચ્છ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા માત્ર ભુજમાં વણથંભી જોવા મળી છે ત્યારે આ પ્રકારની બેદરકારી ખુદની સાથે અન્ય લોકોને ભારે પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો