તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ સજ્જ, કોંગ્રેસ નિવેદનબાજીમાં રત

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાસક પક્ષે જિલ્લા સ્તરથી છેક ગામડા અને ગલી સુધી કાર્યકરોને સક્રીય કરી દીધા
 • લોકો બળુકા વિકલ્પની અપેક્ષા રાખે છે પરંતુ, વિપક્ષમાં છેવટે અાશા ઠગારી નિવડ્યાનું અનુભવે છે

કચ્છમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અેમ મુખ્ય બે પક્ષો છે. બંને પક્ષના મોટાભાગના નેતાઅો પણ લોકોમાં જાણીતા છે. પરંતુ, નજીકના સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને નજરમાં રાખી ભારતીય જનતા પાર્ટીઅે જિલ્લા સ્તરથી ગામડા અને ગલી સુધી નેતાઅોને જવાબદારી સોંપી અાગોતરી સુક્ષ્મ તૈયારીઅો અારંભી દીધી છે. અેવી તૈયારીઅો કરવામાં કોંગ્રેસ પાછળ રહી ગઈ છે. કોંગ્રેસ માત્ર અખબારો મારફતે નિવેદનબાજીથી મોટું કામ કરી દીધાના અાશ્વાસન લઈ હજુ પણ અંધારામાં રહેવા માગતી હોય અેવી છાપ ઉપસી રહી છે.

ભારતીય જનતા પાર્ટી છેલ્લા બે ત્રણ દિવસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઅોની કામગીરી માટે જિલ્લા અને તાલુકા પંચાયત મુજબ મંડલના ઈનચાર્જ, સંગઠનાત્મક કામગીરીની સુગમતા માટે ઝોન પ્રભારી, મંડલ પ્રભારી, સહપ્રભારી, સંગઠનની નવ રચના અંતર્ગત મંડલો અને કારોબારી સભ્યોની િનમણૂક કરી સુક્ષ્મ તૈયારી અારંભી દીધી છે. બીજી બાજુ કોંગ્રેસમાં અેવી કોઈ ગતિવિધિ જોવા જ મળી નથી. જિલ્લા પંચાયત, ભુજ નગરપાલિકા અને ભુજ કોંગ્રેસ સમિતિના કેટલાક જાણીતા નેતાઅો અલગ અલગ વિષય ઉપર નિવેદનબાજી શરૂ કરી દીધી છે. પરંતુ, અે સિવાય કોઈ પૂર્વ તૈયારીઅો જોવા મળી નથી. અામ, ‘પહેલો ઘા રાણાનો’ કહેવતની જેમ ભારતીય જનતા પાર્ટી અાગળ નીકળી ગઈ છે. જ્યારે કોંગ્રેસ હજુ બહુ પાછળ જોવા મળી રહી છે.

વિપક્ષ તરીકે કોંગ્રેસ શાસક પક્ષ ભાજપના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના અાક્ષેપો કરે છે. પરંતુ, ગળે ઉતરે અેવા તર્ક અને પુરાવા સાથે ભ્રષ્ટાચાર કે કાૈભાંડો સમજાવી નથી શકતો. પાણી, ગટર સહિતના મુદ્દે અવારનવાર મોરચા કાઢે છે. પરંતુ, અેક મોટા વર્ગને અે સમસ્યાઅો નથી, જેથી અેક મોટા વર્ગને વિપક્ષની વાત સમજાતી જ નથી. કેમ કે, અેને અે સમસ્યા સ્પર્શતી જ નથી. બીજી બાજુ જિલ્લા, તાલુકા, ગામ અને ગલી સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સક્રીય જોવા મળી રહ્યા છે.

પરંતુ, કોંગ્રેસના કાર્યકરો લોકોના પ્રત્યેક્ષ સંપર્કમાં ન હોય અેવી છાપ ઉપસી રહી છે. અામ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઅો પહેલા કોંગ્રેસે હજુ યોગ્ય દિશામાં ગતિ પકડી ન હોય અેવી છાપ ઉપસી છે. જે લોકોશાહીમાં બળુકા વિપક્ષનો અભાવ ઘાત બને અેમ છે.

કેસરીયા પક્ષે કરી જિલ્લા ઈન્ચાર્જની પણ નિમણૂક
ભારતીય જનતા પાર્ટીઅે જિલ્લા ઈન્ચાર્જ તરીકે પણ વલ્લમજી હુંબલ, પ્રવિણસિંહ વાઢેર, જયસુખ પટેલની વરણી કરી દીધી છે. જેમના સાથ સહકાર માટે તાલુકા અને શહેર મુજબ 15 જેટલા ઈન્ચાર્જ પણ નિમવામાં અાવ્યા છે.

સૂરતના સાંસદની કચ્છમાં ખાટલા બેઠક
સૂરતના સાંસદ દર્શના જરદોસ ભુજ તાલુકાના દિનારા, ધ્રોબાણામાં ખાટલા બેઠક યોજી ખેડૂતોને સમજાવી રહ્યા છે કે, કાયદો ખેડૂતોના હિતમાં છે. અામ, ભારતીય જનતા પાર્ટીના મોટાગજના નેતાથી સામાન્ય કાર્યકર લોકો સાથે પ્રત્યેક્ષ સંપર્ક સાધી લોકોને વાતો ગળે ઉતારવા માટે સતત સક્રીય જોવા મળી રહ્યા છે. અાવી કામગીરી સતત ચાલતી પ્રક્રિયાની જેમ જોવા મળી રહી છે.

ભાજપના ત્રણ મહામંત્રી બન્યા ઝોન પ્રભારી
ભારતીય જનતા પાર્ટીઅે અંજાર અને ગાંધીધામ વિધાનસભા માટે જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેની, ભુજ અને રાપર વિધાનસભા માટે મહામંત્રી વલ્લમજી હુંબલ, અબડાસા અને માંડવી વિધાનસભા માટે મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાની ઝોન પ્રભારી તરીકે વરણી કરવામાં અાવી છે. જેમના સાથ સહકાર માટે તાલુકા અને શહેરમાં 13 જેટલા સહપ્રભારી પણ કાર્યરત કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો