વરણી:ભાજપે ભુજ શહેર, તાલુકા અને અબડાસાના હોદેદારો નિમ્યા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.અાર.પાટિલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયયા અને ઝોન સંગઠન પ્રભારી કે.સી. પટેલ સાથે પરામર્શ કર્યા બાદ ભુજ શહેર, ભુજ તાલુકા અને અબડાસા તાલુકા મંડલના પ્રમુખ, મહામંત્રીઅોની વરણી કરાઈ હતી. ભુજ શહેર પ્રમુખ તરીકે શીતલ ચંદ્રકાંત શાહ, મહામંત્રી તરીકે ઘનશ્યામ ચંદ્રકાંત ઠક્કર અને બાલકૃષ્ણ લક્ષ્મીદાસ મોતાની વરણી કરાઈ હતી. જ્યારે ભુજ તાલુકા પ્રમુખ તરીકે ભીમજી હરજી જોધાણી, મહામંત્રી તરીકે દિનેશ ચુનીલાલ ઠક્કર અને વાઘજી વાલજી માતાની વરણી કરાઈ હતી. અબડાસા તાલુકા પ્રમુખ તરીકે મહેશ નારાણ ભાનુશાલી, મહામંત્રી તરીકે અરવિંદ લાલજી શાહ અને જયદિપસિંહ કિશોરસિંહ જાડેજાની વરણી કરાઈ હતી. અેવું મીડિયા સહઈનચાર્જ સાત્વિક ગઢવીઅે જણાવ્યું હતું.

બંને તાલુકામાં કેશુભાઈઅે જ કરી વરણી
ભુજ શહેર, ભુજ તાલુકા અને અબડાસા તાલુકામાં હોદેદારોની વરણી સમયે અસંતોષના પગલે વરણી મુલત્વી રખાઈ હતી. ત્યારબાદ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ વરણી કરશે અેવું નક્કી કરાયું હતું. જોકે, જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઅો યથાવત રહ્યા છે, જેથી અાખરે અેમના હસ્તે વરણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...