તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:આપના આગેવાનો અને તેમના પરિવારો પર થતા હુમલામાં ભાજપના માણસો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપ દ્વારા ભુજ, અંજારમાં આવેદનપત્ર આપી કાયદાકીય પગલાં ભરવા માંગ

આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો અને તેમના પરિવારો પર થતા વારંવાર હુમલા રોકવા અને સલામતી પૂરી પાડવા અાપ દ્વારા ભુજ અને અંજારમાં અાવેદનપત્ર અાપવામાં અાવ્યા હતા. અાપ દ્વારા કચ્છમાં કલેકટર અને અંજાર પ્રાંત અધિકારીના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને સમક્ષ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો ઉપર અને તેમના પરિવાર ના સભ્યો પર થતા હુમલાઓ રોકવા અને સલામતી પુરી પાડવા આવેદન આપી રજૂઆત કરી હતી.

જેમા જણાવાયુ હતું કે છેલ્લા કેટલાક દિવસથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે, આ દરેક હુમલાઓ પાછળ સતાધારી પક્ષ ભાજપના કાર્યકર્તા છે એવા પુરાવા સાથે ફોટા અને વિડીયો મળ્યા છે, આ રીતે કાર્યકર્તા અને નેતાઓ ઉપર હુમલા કરવા અયોગ્ય છે, વિચારધારાની લડાઈ મા હિંસા ને કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેથી પાર્ટીની અરજ અને માંગને ધ્યાનમાં રાખી આવા અસમાજિક તત્વોને તત્કાલિક સજા કરવા અને પાર્ટી ના બધાજ આગેવાનો ,કાર્યકર્તાઓ ઉપર ભવિષ્યમાં આવા હુમલાઓ ના થાય તેના માટે સરકાર પૂરતી સુરક્ષા પ્રદાન કરે તેવી માંગ કરાઇ હતી. તેવું અાપના પશ્ચીમ કચ્છના પ્રવક્તા ગિરિરાજસિંહ જાડેજાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...