પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જયંતી:દિલ્હીમાં ભાજપના નેતાઓ ભલે પ્રથમ વડાપ્રધાનને ભૂલ્યા પણ ભુજમાં નહીં !

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં પાલિકાના હોદેોદારો અને કોંગ્રેસે પંડિત નહેરુની પ્રતિમાઅે કર્યું હારારોપણ

14મી નવેમ્બરે પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જયંતીઅે સંસદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્પિકર તથા ભાજપના મંત્રીઅો ગેરહાજર રહેતા કોંગ્રેસે વાંધો ઉઠવાવ્યો હતો. જોકે ભુજમાં ભાજપ શાસિત પાલિકા પંડિતજીને ભૂલી ન હતી અને તેમની પ્રતિમાઅે હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અાપી હતી. તો કોંગ્રેસે પણ હારારોપણ કર્યું હતું.

દેશમાં અેક બાજુ દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નેહરૂની જન્મ જયંતિ ભાજપના નેતાઅો ભૂલી ગયાની ચર્ચાઅે જોર પકડ્યું છે. ત્યાં બીજી બાજુ ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ટાઉનહોલ પાસે અાવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી દેશના પ્રથમ વડાપ્રધાનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જે પ્રસંગ કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ અશોક હાથી, ભુજ શહેરના લઘુમતી મોરચાના પ્રમુખ હાજી ગફુર શેખ, નગરસેવક કાસમ કુંભાર સહિતના અાગેવાનો, હોદેદારો અને પદાધિકારીઅો હાજર રહ્યા હતા. તો કોંગ્રેસ દ્વારા પણ અા પ્રસંગે હારારોપણ કરી જન્મ જયંતીઅે નહેરૂજીને યાદ કર્યા હતાં. અા પ્રસંગે પ્રદેશ મહામંત્રી અરજણ ભુડીયા, પી.સી.ગઢવી, ગની કુંભાર, પાલિકાના વિપક્ષી નેતા કાસમ સમા સહિતના સભ્યો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...